________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ધર્મ પ્રકાશ.
જે સ્ત્રીઓ સુવાવડ માટે કે તે જોવા માટે જાય છે તેઓ, જે ઉત્તમ રીતે અને સગવડતાથી તે સ્થળની નસે સુવાવડ કરે છે તે જોઈને અજાયબ થાય છે. વિધવાઓની દશા સુધારવા અને તેમને સન્માર્ગે પ્રેરવાને આ ઉત્તમ. રસ્તે છે. ગૃહસ્થાએ તેવાં ખાતાઓ ઉઘાડી વિધવાઓને તે રસ્તે દેરવાથી તેઓ ખરી દયાના રસ્તાઓ જાણશે અને તેમના સમયને અને તેમના જીવનને સદ્વ્યય પણ થશે.
ગામ મીરજ પુનાથી ૨૦૦ માઈલ લગભગ દૂર સધર્ન મરાઠા રેલવેની લાઈનમાં આવેલું છે. મીશનરી હોસ્પીટલ તે સ્થળે આવેલી છે. ત્યાં ડો. નિલેસ બહુ પ્રખ્યાત અને ઓપરેશનના કામમાં અતિ હશિયાર ડાકટર છે. હિંદુસ્તાનમાં ત્યાંના ડાકટરની બરાબરી કરે તે કોઈ પણ ડાકટર નથી તેમ કહેવાય છે. એવી નવી નવી અને જુદી જુદી જાતનાં તે ઓપરેશન કરે છે કે તે સાંભળીને અચંબો ઉત્પન્ન થાય છે. વળી જે સ્થળે મીરજમાં તેની હોસ્પીટલ બાંધેલી છે તે સ્થળ ઘાજખમ રૂઝાવામાં બહુ ઉત્તમ છે. જે જખમો અન્ય સ્થળે મહીને દિવસે રૂઝાતા નથી તે આ સ્થળની હવાથી પંદર દિવસમાં ઝાઈ જાય છે. આ સ્થળે ઘણુ માણસે. ઓપરેશન કરાવવા આવે છે; દરદીઓને રહેવાની સગવડ સુંદર છે. જુદી જુદી જાતના કલાસે ગઠવેલ છે, જે કે દરેક દરદી ઉપર ધ્યાન સરખું જ આપવામાં આવે છે. આ સ્થળે દરદીની સાથે આવનારા અન્ય સર્વેને ઉતરવાની બહુ અગવડ છે. તે સ્થળે એક નાના આકારમાં ધર્મશાળા, જેવું જૈન સેનેટેરીયમ બાંધવામાં આવે તે ઓપરેશન કરાવવા જનારાઓને ઉતરવા વિગેરેની બહુ સગવડ થાય. ઘણે દૂરથી આવતા ગરીબ-શ્રીમંત સર્વને મુશ્કેલી પડે છે. ધર્મશાળા બાંધવા જેવું જ મહપુણ્યનું આ કાર્ય છે. જૈન શ્રીમંત ગૃહસ્થોએ ધ્યાન ખેંચવા જેવું છે. થોડે ખર્ચ ઘણો લાભ મળે તેમ છે. આ ઉપરાંત કોઈ પણ ગૃહસ્થને ઓપરેશનની જરૂરીઆત હોય તે તેવાંઓને પણ અમે ત્યાં જવાની ભલામણ કરીએ છીએ. મુંબઈના પ્રમાણમાં ખર્ચ પણ બહુ થોડે આવે છે, અને ડાકટરની હશિયારી, ખંત, ભલમનસાઈ દરદી ઉપર દેખરેખ પ્રશંસા કરવાલાયક છે.
જમાને કેાઈ અજબ રીતે આગળ વધતો જાય છે. ભ્રષ્ટાચાર પણ તેવી જ રીતે બહુ પ્રમાણમાં વધતો જાય છે તે ખેદની વાત છે. મુંબઈ વિગેરે સ્થળોમાં રહેતા યુવાનોમાં ચા પીવાની ટેવ બહુ વધતી જાય છે. આ ચા પીવાની ટેવમાં પણ ઈરાની હોટેલની ચા બહુ ઉમદા ગણવામાં આવે છે. ચા તે ગરમી ઉત્પન્ન કરનાર, પેટમાં ભૂખ લગાડનાર વસ્તુ છે. ઇંગ્લાંડાદિક શતકટિબંધવાળા પ્રદેશમાં કદાચ તે ની વિશેષ જરૂર હશે, પણ ઉષ્ણકટિબંધવાળા હિંદ દેશમાં તો ચાની જરૂરીઆત. હોય તેમ જણાતું નથી. શરીરને પુષ્ટ કરનાર, મગજને તંદુરસ્તી આપનાર દુધ જેવા સાત્વિક ખોરાકને છોડી આપણે ચાને વળગ્યા છીએ તે ખેદજનક છે; પણ
For Private And Personal Use Only