________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન ધર્મ પ્રકાશ.
આપણે અપસંસારી છીએ એ કયા લક્ષણેથી જાણી શકીએ એ બાબતમાં શ્રીમદ્દ દેવચંદ્રજી મહારાજે વિરાર રત્નસાર નામના ગ્રંથમાં પ્રશ્ન ૩૨૦ના ઉત્તરમાં ચાર લક્ષણો-કારણે બતાવેલાં છે. તેઓશ્રી જણાવે છે કે-જેઓમાં ૧ અલ્પ આહાર, ૨ અ૫ નિદ્રા, ૩ અલ્પ આરંભ તથા ૪ અલ્પ કષાય હેય તેને નિયમ અલ્પસંસારી જાણ.
આ ચાર કારણો-લક્ષણે આપણામાં કયે દરજજો વતે છે તેનું શુદ્ધ રીતે આત્મનિરીક્ષણ કરીશું એટલે આપણને તેને કંઈક પ્રતિભાસ થશે.
૧ અલ્પ આહાર-આહારના ઉપલક્ષણવડે પાંચે ઇદ્રિના વિષયે ઉપર આપણી આસકિત કેવી છે એને આપણે પ્રથમ વિચાર કરવાને છે. પાંચે ઇદ્રિાના વિષયે ભોગવવાની અનુકૂળતા, સંપૂર્ણ જોગવાઈ અને તે ભેગવવાની શારીરિક રાતિ કાયમ છતાં તેમાં અનાસક્તિ અને કંઈક અંશે તેને નિષેધ-એ અનાસકિત અને નિધની જ અહીં કિંમત છે. બાકી સાધનોના અભાવને લીધે અથવા શરીરની કે ઇન્દ્રિયની નબળાઈ યા અલાવને લીધે તેમાં થોડો કાળ અભાવ ઉત્પન્ન થાય તેની કોઈ કિંમત શાસ્ત્રકારો કરતા હોય એમ સમજાતું નથી અને તે વારતવિક છે એમ આપણી પણ ખાત્રી થાય છે. અ૯૫ સંસારી પ્રાણીમાં એવા વિચાર પ્રગટ થાય છે કે આહાર કરવો અથવા પાંચ ઈદ્રિના વિષયે જોગવવા એ ખરેખર જીવનનો ઉદ્દેશ નથી, કેમકે તે સઘળા અનિત્ય છે. પાંચ ઇંદ્રિના વિષયેના સેવનકાળ સુધી જ અજ્ઞાનતાને લીધે આપણને તેમાં શારદ લાગે છે પણ પરિણામે તે દુઃખનાં કારણું નીવડે છે. દવાખાનામાં દરદીઓને રદની પરીક્ષા કરી દવા લખી આપનાર મુખ્ય ડાકટરની પાસે બેસી તેની પાસે રાવનાર દરેક દરદીના દરદનાં કારણે આપણે સાંભળીશું અને તે ઉપર વિવેકબુદ્ધિચી વિચાર કરીશું તે આપણી ખાત્રી થશે કે બધા દરદનાં કારણોમાં પાંચ ઇદ્રિના વિષયના અતિ સેવનનું જ પરિણામ હોય છે અને ડાકટર સાહેબ પણ તેવા નિર્ણય ઉપરજ આવે છે. આ બાહા અવલોકન ઉપરથી આપણી પ્રથમ દર્શનીક ખાત્રી જાય છે કે અ૯પ આહાર યાને પાંચ ઈદ્રિના વિષયમાં અતંરગ અનાસક્તિ અને તે ભેળવવામાં ઓછાપણું એ અલ્પ સંસારનું પહેલું કારણ છે એમ જ્ઞાનીઓ કહે છે તે વાસ્તવિક છે. એ લક્ષણે આપણામાં કેટલે દરજજે ઘટે છે તેને વિચાર કરવાનું છે. એમાં બહારના માણસેનું સર્ટીફિકેટ લાભકર્તા નથી, (કામ આવતું નથી. ) પ્રમાદને સંસાર વધારનાર તરીકે જ્ઞાનીઓ ગણે છે. પાંચ ઈદ્રિયેના વિષચેના સેવનમાં જે કાળ કાઢો તેને સમાવેશ પણ પ્રમાદમાંજ કરેલો છે. એ પ્રમાદ ઓછો કરવો હોય તો આહાર યાને પાંચ ઈકિયાના વિષયે ભેગવવામાં ઓછાપણું કરવું એ ઘણું ફાયદાકારક છે.
For Private And Personal Use Only