________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનધર્મ પ્રકાશ.
તિમ નિરમળ શીળ, શીળ ગંગેવ ગાયે કળિ કરણ નરિંદા, એ સમા છે જિમેઈ, પરભવ શિવ પામે, શળ પાળે તિકેઈ.
૪૨ ભાવાર્થ –જે સુજ્ઞ જ શુદ્ધ આચાર વિચારનું સેવન કરી સ્વ૫ર હિત રાધે છે, સ્વસ્ત્રિીમાં સંતોષવૃત્તિ ધારી પરસ્ત્રીને માતા તુલ્ય અને સ્વપતિમાં સંતોષ ધારી પરપુરૂષને પિતા તુલ્ય લેખે છે, તેમજ પર દ્રવ્યને પથ્થર તુર્થ અને સર્વ કોઈ પ્રાણ વર્ગને સ્વાત્મતુલ્ય લેખે છે તે ઉત્તમ ભાઈ બહેને નિર્મળ શીલ શેભાને ધારે છે, સષવૃત્તિ વડે દુષ્ટ વિષયવાસનાને મારી આત્માના સ્વાભાવિક ગુણોને પ્રગટાવે છે અને પ્રારબ્ધ ગે આવી પડેલી સકળ આપદાને નિવારી શકે છે. વળી તેઓ નિજવીર્યસંરક્ષણ વડે દીર્ધાયુષી બને છે, રૂપ લાવણ્યાદિક શુભ શારીરિક સંપત્તિને પામે છે અને અંતે સકળ કર્મ ઉપાધિને ટાળી અજરામર પદવિને પણ પામે છે.
આ જગતમાં નિર્મળ શીલધર્મના પ્રભાવે જિનદાસ શ્રેણી, સુદર્શન શ્રેષો અને ગાંગેય પ્રમુખ નિર્મળ યશવાદને પામ્યા છે. તેમજ વિજય શેઠ અને વિજયા શેઠાણ, જબુકુમાર, સ્લથુભદ્રજી, વાસ્વામીજી, અને બ્રાહ્મી, સુંદરી પ્રમુખ કઈક સતાઓ અને સતીઓ શીલની ખરી કસોટીમાંથી પસાર થયેલ છે, તેમની પેરે જે નિર્મળ શીલ પાળે છે તે સકળ આપદાને વમી રાતે અક્ષય સુખ પામે છે..
સંપૂર્ણ શીલાંગ રથના ઘેરી તે પંચ મહાવ્રતધારી સંત-સુસાધુજનો. ગણાય છે. આહાર, ભય, મૈથુન અને પરિગ્રહરૂપ ચાર સંજ્ઞાને જીતી લઇ, રસના (જીભ) આદિક પાંચ ઈન્દ્રિયોને બરાબર નિયમમાં રાખી ક્ષમા, મૃદુતા (નમ્રતા),.
જુતા (સરલતા), સંતોષવૃત્તિ, ઈચ્છાનિધિ (ત૫), સંયમ, સત્ય, શોચ (મન: શુદ્ધિ), નિ:સંતા–નિસ્પૃહતા, અને બ્રહ્મચર્યરૂપ દશવિધ યતિ-ધર્મની શિક્ષાને યથાર્થ ધારણ કરી જે મહાશયે મન વચન કાયાવડે ત્રસ સ્થાવરાદિ દશ જીવભેદો પૈકી કઈ પણ પ્રકારના જીવોની હિંસા કરતા, કરાવતા કે અનુમોદતા નથી, તેઓજ ખરેખર સંપૂર્ણ (૪૪૫૪૧૦૪૧૦૪૩૪૩) ૧૮૦૦૦ શીલાંગ રથના ધોરી લખાવાયેગ્ય છે. તેમ હાની ન શકે તો ગૃહસ્થાશ્રમમાં રહીને પણ જે શુભાશયે સ્વપતિ પત્નીમાં સંતોષ રાખી, પૂર્વોક્ત આચરને યથાશક્તિ આદરે છે અને શીલધર્મને પિતાના પ્રાણ કરતાં પ્રિય લેખી ગમે તેવા વિકટ સંયેગો વચ્ચે પણ પાળે છે તે ભવ્યાભાઓ અનુક્રમે આત્મ ઉન્નતિ સાધી જન્મ મરણનાં દુ:ખથી મુક્ત થઈ શકે છે.
૨ ગાંગેયક્નમ પિતામહ,
For Private And Personal Use Only