________________
(૧૫૯) ભાષારૂપે બેલી નથી શકતે તે શબ્દ માણસ વાદ્યોની (એના ૪ પ્રકાર પાડ્યા છે) સહાયતાએ કરે છે, અથવા બીજી રીતે (જેમકેવાદળાંની ગર્જના) થાય છે.?
બીજાં અજીવ દ્રવ્યથી જુદા જ પ્રકારની ખાસ વિશિષ્ટતા પુગલમાં રહેલી છે. એ જીવની સાથે સંયે જાય છે અને એમ કરીને તેના સ્વરૂપમાં ફેરફાર કરી શકે છે. જીવ સાથે સજાયેલ પુદગલ સ્કંધ કર્મ સ્વરૂપે પ્રકટ થાય છે. જૈનધર્મના એ મહત્વના સિદ્ધાન્ત વિષે વિગતવાર ચર્ચા નીચે કરેલી છે. "
કર્મ. બધા ભારતવાસીઓની પેઠે જૈનોને પણ કર્મના–પાપપુણ્યના ફળને આપનાર કર્મના સિદ્ધાન્ત ઉપર શ્રદ્ધા છે. એક સુભાષિત છે કે
પ્રારબ્ધભૂમિમાં સારાં અથવા નરસાં બીજ જે વાવે છે, તે પરિપકવ થતાં પાછાં સારા નરસાં ફળ લાવે છે.૧૩
માણસે વાવ્યું તેવું લણવું પડે, એ સિદ્ધાન્ત બીજા ધર્મોને અજાણ્યો નથી, પણ ભારતવર્ષમાં એ સિદ્ધાન્ત સાથે પુનર્જન્મની સંકલના બહુ પ્રાચીન કાળથી થઈ છે. પ્રત્યેક આચાર, પ્રત્યેક ઉચ્ચાર, પ્રત્યેક વિચાર તેના કર્તાના સંચિત સ્વરૂપ ઉપર અસર કરે છે. પુણ્યપાપનાં ફળ માણસથી વર્તમાન જીવનમાં પૂરેપૂરાં ભેળવી લેવાતાં નથી, તેથી તે ફળ મૃત્યુની પેલી પાર સુધી પણ પહોંચે છે. તેથી નવા ભવનું કારણ બને છે અને અમુક નિમાં અમુક કાળ માટે તે જીવે અવતરવું પડે છે. દરેક જન્મનાં કરેલાં કર્મ પૂરાં થવાં જોઈએ, અને તેથી આ ભવમાં પૂરાં ન ભેગવાય તે નવા જન્મમાં ભેગવવાં જોઈએ, માટે મૃત્યુ પછી નવે સ્વરૂપે જન્મ લે પડે છે; પણ દરેક ભવ આગલા ભાવના કર્મનું પરિણામ છે. તેથી આગલે ભવ થઈ ગયે હે જોઈએ. એથી એવું પ્રતિપાદિત થાય છે કે પ્રત્યેક ભવ તે અનાદિ અને (તે જ ન્યાયે ) અનન્ત ભવમાળાની આગલા અને પાછલા ભવ વચ્ચેની કહે છે. આ સિદ્ધાન્તને સ્વીકાર કરવાથી સર્વે જીવોની શારીરિક અને આત્મિક