Book Title: Jain Dharm
Author(s): Helmut G
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 482
________________ નહિ તે પણ વિચારવા જે પ્રશ્ન છે. ત્રણ ગુપ્તિ, અર્ગત કાય, વચન અને મનના વ્યવહાર ઉપરના અંકુશને (પૃ. ૨૯ ), માની ધર્મમાંની હાથ, હોં અને મન ઉપરની મુદ્રા (Signacula) સાથે ડબ્લ્યુ બૅગે ( W. Bang) સરખાવીર છે, અને માનીના અનુયાયીઓની પેઠે જૈનો પણ દક્ષિણને અંધકારને પ્રદેશ માને છે, એવી એ બે ધર્મોમાં સમાનતા છે એમ જણાવ્યું છે. એ બંને પ્રસંગેમાં જૈન ભાવનાની છાયા નહિ પણ ભારત ભાવનાની છાયા હોય કારણે કે ઉપરના બંને પ્રસંગમાં સામાન્ય રીતે ભારત ભાવના જ છે. Electi અને ofuditores (સાંભળનાર) અર્થાત “સાધુ અને “શ્રાવક ( સાંભળનાર)” વચ્ચે જે સરખામણી એ. જી. ફૅન છેનાકે (von Wesendonk) કરી છે૨૯ તે વિચારવા જેવી છે, પણ એવી બીજી વધારે સમાનતાઓ કાઢી શકાય ત્યારે જ એમ કહી શકાય કે માનીના ધર્મ ઉપર જેનધર્મની અસર થઈ છે. કંઈ સૈકાઓ સુધી મુસલમાન ધર્મ જૈનધર્મ સાથે ભેગોલિક સંબંધમાં ને તે રીતે નિકટના સંબંધમાં આવ્યું છે ને તેણે જૈનધર્મ ઉપર સંસ્કૃતિની દષ્ટિએ ગંભીર છાપ પાડી છે. એકંદરે ભારતવાસીઓની–ખાસ કરીને પશ્ચિમના અને ઉત્તરના ભારતવાસીઓની તેવી જ રીતે જૈનોની ભાષામાં ફારસી–આરબી શબ્દ ખુબ પેઠા છે ને હવે ત્યાં હક્કદાર થઈ પડ્યા છે, પણ મુસલમાનની સાથી વિશેષ અસર તે જેનોની સ્થાપત્ય–અને ચિત્રકળા ઉપર થઈ છે અને તેમાં મુસલમાન આદર્શ પ્રમાણે જેનોની એ કળાને કંઈક જુદું સ્વરૂપ મળ્યું છે, બેશક જૈનકળાને એથી હાનિ પણ થઈ છે. જૈન સ્થાપત્યકળાની અસર મુસલમાન સ્થાપત્યકળા ઉપર પણ થઈ છે, પણ એમાં તે સાચી રીતે મુસલમાન કળાએ કંઇ ખાસ વિકાસ નથી કર્યો, માત્ર નકલ જ કરી છે, કારણ કે મુસલમાનેથી તુટેલાં જૈન દેવાલના અવશિષ્ટ ભાગ મજીદે બાંધી વામાં વાપર્યા છે, અથવા તે જૈન દેવાલયમાં છેડેક ફેરફાર . કરીને જ તેની મજીદે બાંધી દીધી છે.

Loading...

Page Navigation
1 ... 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532