________________
( ૪) પશ્ચાત્તાપ કરવાની જે સિ ક્રિયાઓ છે તેને પ્રતિક્રમણ કહે છે અને એ સમ્બન્ધના જે સૂત્રો તેને પણ પ્રતિક્રમણ કહે છે, એ ઉપરથી જ જણાઈ આવશે કે એમાં પશ્ચાત્તાપને કેટલું મહત્વ આપેલું છે.
પ્રતિક્રમણનાં અનેક સ્વરૂપ છે. એ પ્રતિક્રમણમાં વિવિધ ક્ષેત્રે બોલવાના હોય છે ને તેમાં ભક્ત કયાં કયાં પાપ કર્યા છે, તે બેલી જાય છે ને તેને માટે પશ્ચાત્તાપ કરે છે. નિત્યના સામાયિક પ્રસંગે ભકત બેલે છે-“પૂર્વે કરેલાં પાપથી પાછા વળું છું, તેની ધૃણા કરું છું, તેને માટે પશ્ચાત્તાપ કરું છું, તેમાંથી મુકત થાઉં છું.” સર્વસામાન્ય ઉપયોગમાં આવતે એક મંત્ર સાતનાવલ શબ્દથી શરૂ થાય છે, તેમાં ૮૪૦૦૦૦૦ જેને તેમના વર્ગ પ્રમાણે ( એટલે કે ૭૦૦૦૦% પૃથ્વીકાય, ૭૦૦૦૦૦ જળકાય, વગેરે, જોશે પૃ. ૨૩૧) ગણાવ્યા છે; પછી પ્રતિક્રમણ કરનાર બેલે છે કે “મેં મને વચને કે કાયાએ એમાંના કેઈ જીવની હિંસા કરી હોય, અથવા બીજા પાસે કરાવી હોય અથવા બીજાએ કરેલી ત્યારે સાંખી રહ્યો હોઉં તે પશ્ચાત્તાપ કરૂં છું” અહિંસા ધર્મની સામે કરેલા પાપની ક્ષમા માગવાને આ વિધિ ઘણું કરીને સર્વસામાન્ય છે, કારણ કે સાધુઓએ ખાસ પાળવા જે આ ધર્મ છે. ગમે એટલી સંભાળ રાખીને માર્ગે ચાલવામાં આવે તે ય ચાલતાં ચાલતાં કેટલા ત્રસ અથવા સ્થાવર જીવની હિંસા કે હત્યા થઈ હશે તે કેઈથી કહી શકાય નહિ. શ્વેતામ્બરે બીજા એક મંત્રને બહુ ઉપયોગ કરે છે, તેમાં પાપનાં અઢાર મૂળ (અઢાર વાસ્થાન ) જણાવ્યાં છે અને તેમાં આણુવ્રતના (પૃ. ૨૦૫) ભંગ વિષે તથા કષાય વિષે જણાવેલું છે અને તેમાં અન્ત પાપને પશ્ચાત્તાપ આવે છે.”
આ સાધારણ પ્રતિક્રમણ ઉપરાંત જેનોમાં બીજું એક પ્રતિક્રમણ છે તેને આલોચના કહે છે, એમાં અમુક પાપ સ્વીકારવાનાં હોય છે. શ્રાવક પોતાના ગુરૂ અથવા બીજા કેઈ સાધુ સમક્ષ તે સ્વીકારે છે, સાધુ પિતાના આચાર્ય સમક્ષ સ્વીકારે છે, સિા પિતપિતાની પવિત્રતા પ્રમાણે પિતાનાં પાપ વત્તે ઓછે અંશે સ્વીકારે