________________
(૨૩) છે અને પિતાના આનંદને માટે કશા હેતુ વિના જ જગતને રચે છે, તે એ નિર્દય ઈશ્વર ઠર્યો, કારણકે એથી અનન્ત છે દુઃખ પામે છે.
ઈશ્વરમાં જે વિવિધ ગુણ આપવામાં આવે છે તે પણ તર્ક આગળ ટકી શકે એવા નથી. જે ઈશ્વર સર્વવ્યાપક હોય તે તે નરકમાં અને બીજા પણ દુઃખદ સ્થાનમાં હોવું જોઈએ. જે એ સર્વજ્ઞ હોય તો એણે પાપી જીને અને ખાસ કરીને એના અસ્તિત્વની ના પાડનારને-અને તેથી જૈનને પણ સરજ્યા ન હોત.
સાધારણ જ્ઞાનસાધને, પ્રમાણે અને અનુમાનેથી તે ઈશ્વરનું અસ્તિત્વ સિદ્ધ થઈ શકતું નથી, તેમ પ્રકટીકરણ ચમત્કારથી પણ એનું અસ્તિત્વ સિદ્ધ થઈ શકે એમ નથી. પ્રકટીકરણ ચમત્કારે ગમે તે તેણે કે ગમે તે બીજા કેઈએ કર્યા છે. જે એણે કર્યા છે તે એથી એની સર્વજ્ઞતા સિદ્ધ થાય છે; પણ ત્યારે એની શ્રેષ્ઠતાને એથી ઝાંખપ લાગે છે, કારણકે પિતાની શ્રેષ્ઠતા પ્રકટ કરવામાં શ્રેષ્ઠતા રહેલી નથી. વળી એણે કઈ શાસ્ત્રગ્રન્થ પણ રચ્યા ન હોવા જોઈએ. શાસ્ત્રગ્રન્થમાં ખાસ કરીને શબ્દચ્ચારણ હોય છે, અને શબ્દચ્ચારણ તે મુખની અંદરના ભાગને વ્યાપાર છે. અને શરીર હોય તે જ એ વ્યાપાર સંભવે છે. ઈશ્વરને શરીર હોય એ વાદનું ખંડન આગળ (પૃ. ૨૨૧) કરી ગયા છીએ. પણ પ્રકટીકરણ ચમત્કારે જે બીજા કેઈએ કર્યા છે એમ કહો તો એ પ્રશ્ન થાય કે, તે સર્વજ્ઞ છે કે નહિ? જે કહે કે સર્વજ્ઞ છે તે જેને પૂર્વે એક કહ્યો છે તે હવે બે થયા; અને જે એની સર્વજ્ઞતાનાં પ્રમાણ આપો તે અનવસ્થાને દેષ આવશે. પણ જે કહે કે એ સર્વજ્ઞ નથી, ત્યારે તે પછી એના શબ્દ ઉપર કેણ શ્રદ્ધા રાખશે?” ર૦ - પ્રકૃતિ અને જીવ ઈશ્વરમાંથી પરિણમ્યા છે, અમુક પ્રમાણ માં એ ઇશ્વરનું પરિણામ છે એ વાદ તે શુદ્ધ દ્વૈતવાદના જેટલે પણ ટકે એમ નથી. અત્યાર સુધી આપણે તર્ક કરી ગયા તે આ વાદને પણ લાગુ થાય છે, એટલું જ નહિ પણ