________________
(૨૮૫) અનન્ત' છેડા વિનાની) રત્નમાળાઓ જોઈ હતી તેથી એમનું નામ અનન્ત પડ્યું. તારે ખરતે જેઈભૌતિક જીવનની અનિત્યતાનું એમને ભાન થયું. તેથી એમણે દીક્ષા લીધી અને અન્ત સમેતશિખર ઉપર ૩૦૦૦૦૦૦ વર્ષની ઉમ્મરે વિમલ પછી ૯ સાગરેપમે નિર્વાણ પામ્યા.
એમના સમયમાં દ્વારકાના રાજા રામ અને રાણુ યુદર્શનને ઘેર તકાય હુકમ અવતર્યા તે ૪ થા બલદેવ હતા. એ રાજાને બીજી રાણી સીતાને પેટે કૃષ્ણકાય પુરુષોત્તમ અવતર્યા તે ૪ થા વાસુદેવ હતા. પૃથ્વપુરના રાજા વિસ્તારને તેની રાણુ ગુણવત્તને પેટે મધું અવતર્યો તે ૪થે પ્રતિવાસુદેવ હ. મધુને હરાવીને પુરૂષોત્તમ અર્ધચક્રવત થયા ને અને નરકે ગયા. સુપ્રભ નિર્વાણ પામ્યા.
૧૪ મા અને ૧૫ મા તીર્થકરની વચ્ચેના કાળમાં ડું પપમ સુધી તીર્થવ્યછેદ ચાલ્ય.
ધર્મ ૧૫ મા તીર્થંકર રત્નપુરમાં રાજા માનું અને તેની રાણી સુત્રતાને ત્યાં અવતર્યા. જ્યારે રાણી ગર્ભવતી થઈ ત્યારે તેણે ધર્મના બધા વિધિ અતિ શ્રેષ્ટભાવે પાન્યા હતા તેથી તેમનું નામ ધર્મ પાડ્યું. સંમેતશિખર ઉપર ૧૦૦૦૦૦૦ વર્ષની ઉમરે અનન્તનાથ પછી ૪ સાગરેપમે એ નિર્વાણ પામ્યા.
એમના સમયમાં ૫ મા બલદેવ શુદર્શન અને પ મા વાસુદેવ પુરુષ૬ બને અશ્વપુરના રાજા શિવ અને તેની રાણી વિના તથા અશ્વિને ત્યાં પુત્રપણે ઉત્પન્ન થયા. ટુરિપુરને રાજા નિશુંભ તે પ મ પ્રતિવાસુદેવ થયે. પુરૂષસિંહે નિશુંભને વધ કર્યો અને અર્ધચક્રવર્તી થયા. પછી મરણ થતાં નરકે ગયા. એમના ઓરમાન ભાઈ સુદર્શન નિર્વાણ પામ્યા.
ધર્મનાથ પછી ૩ જા ચકવત મઘવા ( માવાન ) થયા. શ્રાવસ્તી નગરીમાં રાજા સમુદ્રની અને તેની રાણી મને ત્યાં એમને જન્મ થયે હતે. ચક્રવર્તીનાં ચૌદ રત્ન એમને પ્રાપ્ત થયાં હતાં. ને તેવટે એમણે ભરતવર્ષના છએ ખંડે ઉપર પિતાને અધિકાર પ્રવર્તાવ્યું. પણ વૃદ્ધાવસ્થામાં સંસારની અનિત્યતાનું એમને ભાન થયું તેથી દીક્ષા લીધી ને મરણ પામી દેવલેકમાં જન્મ પામ્યા.