________________
(૩ર૭ ) મૂકાવાથી નાત સાથેને અનેક પ્રકારને સંબંધ તૂટે છે અને તેથી ધંધે-રોજગારે પણ નાશ પામે છે. અમદાવાદમાં એક વિશાશ્રીમાળીએ પોતાની નાતબહારની એક વિધવા સાથે લગ્ન કર્યું હતું. તેની નાતે તેને નાતબહાર મૂકો. તે કાપડને વેપારી હતું, કાપડના મહાજને (તેમાં શ્રાવક ને વૈષ્ણવ સ હોય છે.) તેને વહેવાર બંધ કર્યો. તે બિચારાની સ્થિતિ એવી થઈ પી કે તેને પિતાની દુકાન બંધ કરવી પડે ને અમદાવાદ છોડવું પડયું. અનેક અપરાધે માફી માગ્યાથી કે અમુક વચન આપ્યાથી માફ થાય છે. કેટલીકવાર નાતના સખ્ત વિધિના અપરાધને પણ ચતુરાઈથી ને ચાલાકીથી વગર સજાએ ટાળી શકાય છે. જેનોના પૂર્વજો પૂર્વકાળે સમુદ્રપાર વેપાર કરવા જતા, પણ આજે તે હિંદુઓની પેઠે જૈનો પણ પરદેશગમનને નાતના નિયમવિરૂદ્ધનું વર્તન માને છે. જે જૈનોને યુરેપમાં કે સમુદ્રપારના બીજા દેશમાં જવું હોય છે, તેમાંના કેટલાક ચતુરાઈ કે ચાલાકી કરીને પ્રથમ તે શત્રુંજય કે કેઈ બીજા યાત્રાના સ્થળનું નામ દઈને નીકળે છે, ત્યાં જઈને ત્યાંથી બારેબાર કેઈ બંદરે જાય છે ને પછી આગબોટમાં બેસીને પોતાને જવું હોય ત્યાં ચાલ્યા જાય છે. પરદેશમાં રહેવું હોય તેટલું રહીને એ જૈન પાછા યાત્રાસ્થળે આવે છે. ને ત્યાંથી ઘેર જાય છે અને એ ક્યાં ગયા હતા તે તે સ્વાભાવિક રીતે સૌ જાણે છે, છતાં પેલા જનારા ખાત્રી આપે છે કે અમે તે યાત્રાએ ગયા હતા.
આ નવયુગમાં સુધરેલા જેનો પોતાની નાતમાં સખ્ત રૂઢિબન્ધને તોડવાના પ્રયત્ન કરી રહ્યા છે. એવા સમાચાર મળ્યા છે કે ચતુર્થ અને પંચમ વર્ણના સો ઉપરાંત માણસોએ એકમેક વચ્ચેનો ભેદ તેડવાની પ્રતિજ્ઞાપત્ર ઉપર સહીઓ કરી છે. એ પ્રતિજ્ઞાઓ આચારમાં પણ મૂકાઈ છે અને લટ્ટ (A. B. Latthe) નામના એક પંચમે પિતાની ભત્રીજી શેરમતી બાઈને એક ચતુર્થ વર્ણના યુવક સાથે પરણાવી છે.૧૩ સામાજિક સુધારકે ભિન્નભિન્ન નાતે વચ્ચેના ભેદ તેને તેમની વચ્ચે સંબંધ કરાવવાને મથી રહ્યા છે અને તેટલા માટે સહભોજનના પ્રયત્ન કરે છે, જાટના