________________
સ્વરૂપ લે છે, તેવી જ રીતે આ કર્મ પણ આઠ ભાગમાં વહેંચાઈ જાય છે. એ મુખ્ય ૮ ભાગમાં ગયા પછી વળી પાછાં તેના વિભાગમાં જાય છે. એમ વિવિધ કર્મ પ્રકારમાં વહેંચાયેલ કર્મસમૂહ વિવિધ પ્રકારનું છે. જેનો એનું અતિ સૂક્ષમ વર્ણન કરે છે, પણ એટલું બધું સૂક્ષ્મ વર્ણન કરવું આપણે વિસ્તાર ભયથી પાલવે એમ નથી, છતાં યે તેવા કર્મ બનેલા પરમાણુઓએ જીવમાં કેટલા પ્રદેશ ક્યા છે, એ પ્રશ્ન મહત્ત્વનું છે. એ સંબંધે નમત એ છે કે કર્મ પ્રકારની સંખ્યા જેમ નાની, કર્મસંબંધી જીવને વિકાસ જેમ ઉંચે, તેમ કર્યપ્રકારને માટેના પ્રદેશની સંખ્યા મેટી. છેક થડા વિકાસવાળા એકેન્દ્રિય જીવ કરતાં પૂર્ણ વિકાસ પામેલા અને વિચાર કરનારા જીવમાં વધારે કર્મ પરમાણુ હોય છે. હવે (સાધુ જેવાના જીવના પ્રસંગમાં હોય છે તેમ) આ માટે પરમાણુસમૂહ છેક ઓછા કર્મપ્રકારમાં વહેંચાઈ ગયેલો હોય છે ( કારણ કે એવા પુરૂષને ઘણાંખરાં કર્મ પછી બહુ બંધન કરતા નથી), તેથી જાણે અમુક પરમાણુઓ એથી વધારે વધારે કર્મપ્રકારમાં વહેંચાતા હોય તેવી રીતે સ્વાભાવિક રીતે જ આ કર્મપ્રકાર વધારે પ્રદેશને રેકે છે. આથી જણાઈ આવે છે કે જીવની સાથે સંજાનારા અને કર્મ પ્રકારમાં વહેંચાઈ જનારા પરમાણુઓને સમૂહ જીવના ગુણ ઉપર તેને સર્વથા નાશ કરે તેવી અસર કરતા નથી.
ઉપરના વર્ણનને અનુકૂળ બીજી એક વાત એ છે કે ઔષધની ગળીની અસર જેમ લાંબા ટુંકા સમય સુધી પહોંચે છે, તેમ કર્મની અસર પણ વિવિધ પ્રમાણમાં લાંબા ટુંકા સમય સુધી પહોંચે છે. કર્મગ્રન્થને મતે આ ૧૪૮ કર્મોમાંના પ્રત્યેકની સ્થિતિ લાંબામાં લાંબી (મિથ્યાત્વ જેવાં કમને માટે) ૭૦ કેટિકેટિ સાગરેપમની અને ટુંકામાં ટુંકી અંતમુહૂર્તની છે.
એક ગોળી ગળી હોય છે, બીજી એથી યે વધારે ગળી હોય છે. એ જ પ્રમાણે કર્મફળ પણ સ્થિતિ પ્રમાણે ઓછી વધારે અસર કરે છે. કર્મફળને આ રસ અથવા અનુમાન જીવમાં રહેલા કષાયની અસરના પ્રમાણમાં હોય છે, કષાયના ૪ પ્રકારને અનુસરતા કર્મફળના રસના પણ ૪ પ્રકાર છે.