________________
(૧૭૨) ગમે તે કંઈ હોય તેની પાર ચાલ્યાં જાય છે, એટલે આખા જગતમાં ફરી વળે છે અને માત્ર તેની સીમાએ જઈને જ અટકી પડે છે. એક ભવમાં આ બે શરીર ઉપરાંત એક જ કાળે બીજાં બે શરીર પણ હોય છે, પણ વૈક્રિય અને આહારક શરીર એકઠાં થતાં નથી અને આહારક શરીર તે દારિક શરીરની સાથે જ રહે છે. પાંચ શરીરેમાંનું માત્ર ઔદારિક શરીર જ સામાન્ય મનુષ્યની આંખે જોઈ શકાય છે અને બધાં દ્રવ્યની પેઠે એને રસ, ગંધ, વર્ણ અને સ્પર્શ હોય છે.
દરેક જીવને ભિન્ન ભિન્ન પ્રકારનાં ઔદારિક શરીર હોય છે. કેટલાક જીવને પિતપોતાનું જુદું જુદું શરીર હોય છે, કેટલાક જીવને અનેક વચ્ચે એક સામાન્ય શરીર હોય છે; આવું સામાન્ય શરીર અમુક વનસ્પતિને હોય છે. (જેમકે કંદમૂળ, લસણ, ડુંગળી વગેરેને ) ઘણા નાં દારિક શરીર એવાં સૂક્ષ્મ હોય છે કે જ્યારે એ મોટા સમૂહમાં ભળે ત્યારે જ પ્રત્યક્ષ થાય છે. અનેક તિર્યને (ઓછા વિકાસવાળાને અને વનસ્પતિને) એવા પ્રકારનાં શરીર હોય છે.
કેટલાક જીવનાં શરીર તેમની ઈચ્છા પ્રમાણે હાલી ચાલી શકે છે; બીજાનાં (જેની ઇન્દ્રિયને એ છે વિકાસ થયેલ હોય તેવાનાં) શરીર પોતાની મેળે હાલી ચાલી શકતાં નથી, પણ ઘણું કરીને બીજાને, બહારનાને બળે એક સ્થાનેથી બીજે સ્થાને જઈ શકે છે. તે સ્થાવર કહેવાય છે.
શરીરના ઘાટને અનુસરીને જીવનું શરીર સુરૂપ કે વિરૂપ હઈ શકે છે. જેને આ ઘાટના (સંરથાનના) સુરૂપથી માંડીને વિરૂપ સુધીના છ પ્રકારના ભેદ કહે છે. સુરૂપની ભાવના સમજવાને માટે મનુષ્યના શરીરને ધારવામાં આવે છે, અને પછી બીજી હકીકત આમ સમજાવવામાં આવે છે. મનુષે પોતાની સામે
આસનમાં બેઠેલા-એટલે કે પલાંઠીવાળીને બેઠેલા અને પિતાના હાથ નાભિએ મૂકેલા-મનુષ્યને કલપ. પછી બે ઢીંચણને સાંધનારી, ડાબા ખભાથી જમણું ઢીંચણને સાંધનારી અને તેવી જ રીતે જમણા ખભાથી ડાબા ઢીંચણને સાંધનારી અને પછી કપાળથી