________________
( ૨૦૩) ટકે છે. તે સમાધિમાં ઉતરે છે ને છેવટે રહ્યાં સાાં કમને પણ ક્ષય કરે છે. ત્યારે એ સર્વ પિગલિક સંબંધથી મુક્ત થાય છે– નિર્વાણ પામે છે.
ધર્માચાર
પુણ્ય અને પાપ. અગાઉના અધ્યાયમાં જણાવ્યું તેમ કમને સિદ્ધાન્ત એ જૈન ધર્મની ભાવનાઓને મૂળ પાયે છે તેવી જ રીતે એ ધર્મના ધર્માચારમાં પણ એનું એટલું જ મહત્વ છે. કર્મતત્વને નાશ કરવાના તેમજ અનુકૂળ સંજોગથી અશુભ તત્વ સાથેના સમ્બન્ધને શમાવી શકાય કે પ્રકટ કરી શકાય તેને વિધિ વારંવાર આપવામાં આવે છે.
નદી દ્વારા જળ જેમ સમુદ્રમાં પ્રવેશે છે તેમ મને–વાગૂ–અને કાય–ગદ્વારા કર્મ જીવમાં પ્રવેશે છે. શુભયોગ એ પુણ્યને આશ્રવ છે, અશુભગ એ પાપને આશ્રવ છે.
આશવના ૪૨ પ્રકાર છે, એમાંના વધારે મહત્વના ૧૭ આ પ્રમાણે છે. ૫ ઇંદ્રિ, ૪ કષાય, ૩ ચેગ ને ૫ અત્રત. એ ઉપરાંત બીજાં ૨૫ પ્રકાર (ક્રિયારૂપ) છે.૨૩
એમાંના કેટલાંક કાર્યોથી છવ જુદા જુદા કર્મબંધનમાં આવે છે તે નીચે પ્રમાણે છે –
" જ્ઞાન અને દર્શન પ્રત્યે તેમજ જ્ઞાનીઓ અને જ્ઞાનેપકરણ પ્રત્યે વિરોધભાવ, તેમની અવગણના, અવરોધ અને નાશ, ગુરૂની અને તેમની આજ્ઞાઓની અવગણના, ગ્રન્થની આશાતના અને કેઈના ચક્ષુઓનું ક્ષેધ નાખવું–આવાં આવાં કાર્યોથી જ્ઞાનાવરણ અને દર્શનાવરણ કર્મ બંધાય છે.
ભાવશાચ, દેવપૂજા, ગુરૂપૂજા, નમ્રતા, દયા, વ્રતરક્ષા, શુદ્ધાચાર, કષાયમર્દન, દાન, જ્ઞાનશ્રદ્ધા-આથી શાતાદનીકર્મ બંધાય છે, એથી વિરૂદ્ધ વર્તનથી આશાવેદની કર્મ બંધાય છે.
અસત્ય ધમને પ્રચાર કરે અને સત્ય ધર્મને અવરોધ