________________
(૧૭૧ ) જેનોના સિદ્ધાન્ત પ્રમાણે શરીર છેઃ
૧ ગ્રારિ શરીર, સ્થૂલ પુદ્ગલનું ભૌતિક શરીર, મનુષ્ય ને અને તિર્યંચને આ શરીર હોય છે.
૨ વૈચિ શરીર, સૂક્ષ્મ પુદ્ગલનું ફેરવી શકાય એવું શરીર. દેહી જીવની ઈચ્છા પ્રમાણે આ શરીરને આકાર અને કદ ફેરવી શકાય. દેને, નરકવાસીઓને અને અમુક તિર્યંચને આ શરીર સ્વભાવથી જ મળેલું હોય છે, મનુષ્યને પણ ઉંચી શ્રેણિએ જતાં મળી શકે છે.
૩ ગ્રા શરીર, સ્થાનાન્તર કરી શકે એવું શરીર. સારા અને શુદ્ધ દ્રવ્યનું આ શરીર બનેલું હોય છે, અને એને સ્થૂલ કે સૂક્ષ્મ કશાને અન્તરાય નડતું નથી. મહંત સાધુને જ્યારે જગતને કઈ બીજે સ્થળે કેઈ આચાર્ય ( કેવળી ) સાથે ધર્મના કઈ વિકટ પ્રશ્ન સંબંધે વિચારણા કરવાની હોય છે, ત્યારે તે આ શરીર ધારણ કરે છે ને ત્યારે એનું દારિક શરીર ત્યાં જ પડી રહે છે.
૪ તેનલ શરીર, આ શરીર ઉષ્ણુપુગળનું બનેલું હોય છે અને જે આહાર ખાધો હોય તેની પાચનક્રિયા એ શરીર કરે છે. સાધુનું એ શરીર ઇતર પ્રાણી તથા પદાર્થને બાળી શકે છે.
૫ ફાર્મા શરીર, કર્મપરમાણુઓનું આ શરીર બનેલું છે. એમાં દરેક પળે ફેરફાર થાય છે, કારણ કે જીવને નવાં નવાં કર્મબંધન બંધાયાં જાય છે અને જુનાં ગવાતાં જાય છે.
આ પાંચ શરીરમાંનું પ્રત્યેક તે એના પછીના કરતાં સ્કૂલ હોય છે, પછી પછીનામાં પહેલાના કરતાં વધારે પૌગલિક પરમાણુ હોય છે. જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે, અને જ્યારે જુના ભવમાંથી નવા ભવમાં જાય છે, ત્યારે તેની સાથે સદા બે શરીર હોય છે. તેજસ શરીર અને કાશ્મણ શરીર. આ બંને શરીરને સુખદુઃખ કંઈ લાગતું નથી અને તેમને કંઈ અવયવ હોતા નથી અને કશે અન્તરાય નડતું નથી, અને તેની સામે