Book Title: Hridaypradipna Ajwala Author(s): Sunandaben Vohra Publisher: Anandsumangal ParivarPage 13
________________ जानन्ति केचित्र तु कर्तुमीशाः, कर्तुं क्षमा ये न च ते विदन्ति । जानन्ति तत्त्वं प्रभवन्ति कर्तु, ते केऽपि लोके विरला भवन्ति ।। २ ।। જાણે ખરા કોક, ન કાર્યકારી, કો' શક્તિ ધારે, નવ જાણકારી; જ્ઞાને તથા આચરણેય પૂરા, એવા જડે માનવ કો'ક શૂરા. ૨ કેટલાક સાધકો સાધના તત્ત્વને જાણે છે, પણ સાધના કરવા માટે તેઓ સક્ષમ નથી. જેઓ સાધના કરવા માટે સક્ષમ છે, તેઓ સાધનાને જાણતા નથી. તત્ત્વને જાણનાર અને સાધના કરનાર વ્યક્તિત્વો વિરલ હોય છે. શાસ્ત્રમાં દર્શાવેલ આત્મતત્ત્વને કોઈક જાણે ખરા કે ઓહો ! આત્મા અનંત ગુણશક્તિનો સ્વામી છે. શુદ્ધ બુદ્ધ ચૈતન્યસ્વરૂપ છે. જ્ઞાને કરી અખંડ છે. કાળે કરી અવિનાશી છે. સર્વ દ્રવ્યથી અસંગ છે. ભાવે કરી નિર્વિકલ્પ છે. સ્વભાવે જ્ઞાતા દ્રષ્ટા છે. સ્વપર પ્રકાશક છે. અનંત અવ્યાબાધ સુખથી પરિપૂર્ણ છે. જ્ઞાયકપણે સ્વને જાણે છે અને વેદકપણે આનંદને અનુભવે છે. આમ અનેક પ્રકારે શાસ્ત્રવચનને સ્મૃતિપટ પર લાવી વિચારે ૬ હૃદયપ્રદીપનાં અજવાળાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 170