Book Title: Hridaypradipna Ajwala
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 11
________________ થયો. પરંતુ મુનિ જેવી આકૃતિ જોતાં પૂર્વજન્મમાં કરેલાં મુનિનાં દર્શનની ચેષ્ટા સ્મરણમાં આવી અને મત્સ્યરૂપે છતાં અનશનવ્રતમાં આવી આત્મનિષ્ઠા વડે ઉત્તમ શુભભાવમાં મરણ પામી દેવલોકમાં ઉત્પન્ન થયા. ગ્રંથકાર લખે છે હે ભવ્યાત્માઓ! આ દેહ, ઈન્દ્રિયો આદિ જડ વિષયોના વ્યાપારથી લક્ષણે સાવ ભિન્ન છે. દેહાદિનાં લક્ષણ છે સ્પર્શાદિ. આત્માનાં લક્ષણ છે જ્ઞાનાદિ. આ ભિન્નતાનો અનુભવ પોતાના જ્ઞાન વડે કરે છે, ત્યારે પૂર્વજન્મોમાં પણ એ પ્રકારના એ અનુભવ થયા હોય તે પણ તે જ્ઞાનમાં પ્રકાશિત થાય છે. તમે પણ તેવા જ્ઞાન અનુભવની ભજન કરો. બહુમાન કરો. જડ શબ્દાદિ વિષયોથી સાવ ભિન્ન એવો આત્મા જડ વિષયાદિને ભોગવે તેવું મૂળ વસ્તુનું સ્વરૂપ નથી કે જડ વિષયાદિ આત્માને જબરદસ્તીથી વિકાર કરાવે. તેવું મૂળ વસ્તુનું સ્વરૂપ નથી કે કષાયોનું મંદ થવું તે શુભભાવ છે પણ વસ્તુનું સ્વરૂપ નથી. વસ્તુનું જ સ્વરૂપ છે તે તેવા સર્વ વ્યાપાર સમયે પણ જેવું છે તેવું જ ભિન્ન રહે છે. - અજ્ઞાનવશ જીવ તેમાં ભળે કે તેનો કર્તાભોક્તા બને તે વિપરીત જ્ઞાન-અજ્ઞાન છે. આમ જેમ છે તેમ સમજવાથી આત્મકલ્યાણ છે. શબ્દાદિ વિષયોના રજકણ અહીં પડ્યા રહેશે. તારો પૂરો દેહ ઘર સર્વે અહીં પડ્યાં રહેશે. એ કોઈ તારા સ્વરૂપનાં નથી કે સાથે આવે. તેના મોહથી, અહમુથી જુદો પડી કેવળ સુખમય ચૈતન્યને ભજે તે જીવ તેવું જ સુખ પામે છે. “અહમ્ છૂપો અને મીઠો છે. “તમે બોલી રહ્યા છો ભાવુક શ્રોતાવેંદની સામે. શ્રોતાવંદ બધું જ રસથી સાંભળી રહેલ છે અને તે કારણે વક્તાનો અહમ્ ફણિધર જે ગૂંચળું વાળીને પડ્યો હતો ૪ હૃદયપ્રદીપનાં અજવાળાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 170