Book Title: Hridaypradipna Ajwala Author(s): Sunandaben Vohra Publisher: Anandsumangal ParivarPage 12
________________ તે ફેણ ઊંચકીને ડોલવા માંડે છે. વક્તાને આ છૂપા અહમ્ની જલદી જાણ થતી નથી. આ લય એકદમ ભિન્ન છે; એક ક્ષણ માટે તમે આ આખાય સરઘસથી છૂટા થઈ જાવ. તમે ફક્ત બોલનારને જુઓ. તેના અહમના લયને પણ જુઓ. મનના આવેગોમાં ડૂબેલા સ્વનો પરિચય હતો. આ એક ક્ષણમાં પરિચય થયો એ ‘હું’નો જે બધાથી ભિન્ન હતો, માત્ર તે જોનાર હતો. પેલા બધા હુંની વળગણથી મુક્ત શુદ્ધ હુંની આ આછી પ્રતીતિ. આત્મદર્શનના સૂર્યના પ્રાગટ્ય પહેલાનું આ અરુણું પ્રભાત. આ કાળમાં કોઈ ઉત્તમ જીવો બાળવયથી જ સંસાર પ્રત્યે વિરક્તિ ધરાવે છે. શિશુવયમાં સંસારનો ત્યાગ કરી ઉત્તમ ચારિત્ર પાળે છે. તેથી સમજાય છે કે તે આત્મા પૂર્વજન્મના સંસ્કારના બળે વર્તમાનમાં પણ સંયમના ભાવને ધારણ કરે છે.” “તત્ત્વના અનુભવીને નિષ્ઠા કેવી હોય ? શુદ્ધ નિમિત્તી પ્રભુ ગ્રહો, કરી અશુદ્ધ પર હોય જો આત્માલંબી ગુણલયી સહસાધકનો ધ્યેય હો. જડ ઇન્દ્રિયોના આલંબનનું સુખ છૂટી ગયું, એથી સાધક પ્રભુનું શુદ્ધ અવલંબન લઈ, અશુદ્ધ વિષયોને છોડી દે છે પછી તેને સ્વભાવરૂપ આત્માલંબનમાં ગુણ પિંડરૂપ સ્વભાવમાં લય કરવાનું ધ્યેય નિષ્ઠાને પ્રાપ્ત કરે છે.'' Jain Education International હૃદયપ્રદીપનાં અજવાળાં પ For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 170