Book Title: Hridaypradipna Ajwala
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

Previous | Next

Page 124
________________ પડે તો પણ અંતરના ઊંડાણમાં વેદના અનુભવશે. તે વેદના તેને પુનઃ સત્ય પ્રત્યે લઈ આવશે. સ્થૂલિભદ્ર ભલે કોશાની સાથે બાર વર્ષ પૂરા ભોગવિલાસમાં રહ્યા પણ અંતરમાં એક ખટકો હતો કે હું પાપપંથે પડેલો છું. પિતા કહેતા હતા કે કોશાનો પરિચય પાપ છે. અને સમય આવ્યે એ ખટકાએ ભોગવિલાસ પર ફટકો લગાવ્યો. નંદિષેણ કામલતા સાથે શય્યામાં નિદ્રાધીન થવા છતાં હૃદયના કોઈ ખૂણામાં અંગારા ચંપાતા હતા. હું કોણ હતો ? મારો આદર્શ શો હતો? અને હાલ હું ક્યાં છું? મારો સંકલ્પ એક છોર પર અને આ મારું આચરણ બીજા છોર પર? તેથી તેણે ઉપાય યોજી દીધો. રોજ દસ માનવને બોધ પમાડવો. જે દિવસે વ્રતપાલન ન થયું તે દિવસે દૃષ્ટિ ખૂલી ગઈ. કારણ કે એક વાર સત્યનો સ્પર્શ કર્યો હતો. સમય આવ્યું તે પ્રગટ થયો. “ટાંકણી મારો ને છેદ પડે તે કાગળ હોય, પથ્થર ન હોય, તેમ ચિત્તશુદ્ધ હોય તો પરભાવ પ્રવેશ ન કરે. જો અંતરલોકમાં ડોકિયું પ્રવેશ થાય તો પ્રકાશ પ્રકાશ જ છે. વિભાવનાં વસ્ત્રો દૂર ફેંકી દો, ઇચ્છાઓને નિરર્થક ગણો. સંયમમાં આ રીતે એકાગ્રતા થાય ત્યારે પ્રભુનો સ્પર્શ મળે. જિનગુણદર્શન દ્વારા નિજગુણદર્શન, જિનગુણ સ્પર્શ દ્વારા નિરગુણ સ્પર્શ. જિનગુણ અનુભૂતિ દ્વારા નિજગુણ અનુભૂતિ.” આદિ અને અંતરહિત કાળના પ્રત્યેક તાણાવાણા સાથે જીવનો દુઃખમય સંસાર જોડાયેલો છે. કાળનાં પરિવર્તનો જીવો પર પ્રહાર કરે છે. તેમાં અનંત ઉત્સર્પિણી, અનંત અવસર્પિણી પસાર થઈ ગઈ, કાળચક્રો પસાર થઈ ગયા. સંસારની પેલે પાર કાળચક્ર કામ કરતું નથી. એ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે માનવબળ-બુદ્ધિ મળ્યાં છે. જો સિદ્ધિગતિને બદલે સંસારવૃદ્ધિ જ થયા કરે તો એ સાધના-બળ-બુદ્ધિ વૃથા છે. અને જો ચિત્તમાં શીતળતા છે તો સર્વ સાર્થક છે. હૃદયપ્રદીપનાં અજવાળાં ૧૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170