Book Title: Hridaypradipna Ajwala
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

Previous | Next

Page 167
________________ કષાયજય : કષાયોનો પરાભવ કરી આત્મા વિજયી બને. આવા ગુણોના પિંડ સમા પ્રશમરસના ભાવમાં પરમસુખની અનુભૂતિ કરવાની જિજ્ઞાસા ઊઠવી જોઈએ. તો જ પ્રશમરતિને આત્મસાત થવાનો પુરુષાર્થ થાય. તેમાં જેને આંતરિક આત્મશાંતિના સુખનો સ્વાદ મળે તેણે વિષયો વિષ જેવા લાગે, કષાયો શત્રુ જેવા લાગે. ભોગમાં રોગ દેખાય. માનાદિમાં મલિનતા જણાય. તેથી દોષના સમૂહનો ઉચ્છેદ કરવા સાધક પુરુષાર્થ કરે. તે રત્નત્રયનો આરાધક હોય. વ્રતધારી હોય. જિનાજ્ઞારૂઢ હોય. સ્વાધ્યાય ધ્યાનથી યુક્ત હોય. અપૂર્વ પરિણામવાળો હોય. સંસારવાસથી ત્રાસેલો, બ્રહ્મવ્રતથી દઢતાવાળો, મુક્તિ સુખનો ચાહક હોય. આવી પાત્રતા માટે તે વિનયવંત હોય છે. લૌકિક પ્રવૃત્તિથી મુક્ત સાધુને જે સુખ આ જ ભવમાં હોય છે તે સુખ નથી હોતું ચક્રવર્તીને કે નથી હોતું દેવેન્દ્રને.” * શ્રી પ્રશમરતિ સ્વ. આ. શ્રી ભદ્રગુપ્તવિજયજી પ્રશમ સુખ – વીતરાગતામય સ્વભાવનું સુખ, એવા અનંત અવ્યાબાધ સુખને પ્રાપ્ત કરવાનો ઉપાય પ્રશમરૂપભાવમાં સ્વરૂપસ્થ થવું એ છે. તે સિવાય આ જગવ્યવહારે વર્તવું તેમાં જ્ઞાની ક્ષણમાત્ર પણ રહેવા ઇચ્છતા નથી. દેહથી ઇન્દ્રિયાદિથી ભિન્ન પ્રશમસુખ અને સમાધિમાં લીન એવા મુનિ જ્યોતિ સ્વરૂપ આત્મામાં જ રહે છે. અંતરમુખ થઈ સમાધિમાં નિમગ્ન છે. જગતના જીવોને હજી બહારથી કંઈ મેળવીને સુખ પ્રાપ્ત થશે તેવી ભ્રમણા છે. પરંતુ જ્ઞાનીઓ પ્રશમરસમાં નિમગ્ન હોવાથી પ્રારબ્ધયોગે મળતા વિષયોના સંગને પણ તુચ્છ માને છે. ૧૬૦ હૃદયપ્રદીપનાં અજવાળાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 165 166 167 168 169 170