Book Title: Hridaypradipna Ajwala
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 165
________________ समसुखरसलेशात् द्वेष्यतां संप्रयाता, विविधविषयभोगात्यन्तवाञ्छाविशेषाः । परमसुखमिदं यद् भुज्यतेऽन्तः समाधौ, मनसि यदि तदा ते शिष्यते किं वदान्यत् ।। ३६ ।। પ્રશમ સુખ તણો જો મેળવ્યો સ્વાદ સારો, વિવિધ વિષય કેરી, સંગ લાગે અકારો; પરમ સુખ સમાધિ હોય જો આમ જામી, તવ હૃદય મહીં તો, શી રહે બોલ ખામી ? ૩૬ સમતાના સુખનો રસ સહેજ મળતાં જ વિવિધ વિષયોના ભોગની ઇચ્છા દૂર થાય છે. જો આ પરમ સુખ સમાધિ દશામાં મળે તો બોલો બાકી શું રહ્યું? પ્રશમ = કષાયો અને વિષયો જેના શમ્યા છે. જેનું ચિત્ત શાંત દશાને પામ્યું છે તેવા પ્રશમરસયુક્ત મુનિજનોના આંતરિક સુખનું વર્ણન કેમ થઈ શકે? તે તો અનુભવે જ જણાય. કષાયરહિત ચિત્તની દશામાં સુખનો રસાસ્વાદ છે. દુનિયાની દરેક સ્થળોની મીઠાઈ એકઠી કરવી અસંભવ છે છતાં ધારો કે કોઈ મનુષ્યને તે આરોગવા મળી તોપણ તેનું સુખ જીભના સ્પર્શ ૧૫૮ હૃદયપ્રદીપનાં અજવાળાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 163 164 165 166 167 168 169 170