Book Title: Hridaypradipna Ajwala
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 143
________________ પરંતુ સાધક જો લૌકિકતામાં લોભાય તો મંત્રશક્તિનો ભ્રામક પ્રચાર કરી તે વડે ધનવૃદ્ધિ જેવાં પ્રલોભનો વડે ભોળા જનોને આકર્ષિત કરી સ્વ-પર અહિત કરે છે. પ્રાણાયામ જેવા પ્રકારોથી મનની સપાટી પર સાધેલી સમાધિને સાધક આત્મસમાધિ માની ભ્રમ સેવે છે. આત્મસમાધિ પામેલા યોગી જનસંપર્ક, માન જેવા લોકપ્રદર્શનની દૂર રહે છે. આત્મસમાધિમાં પ્રાપ્ત થતું અમૃત ત્યજી તે યોગી લોકરંજનનું વિષપાન શા માટે કરે ? પોતાને પ્રાપ્ત આત્મસમાધિ આત્મામાં જ સમાઈ જવા માટે છે. જો ચિત્તની સ્વસ્થતાના ભાસરૂપ સમાધિ લાગી, તેના વડે લોકમાં પ્રચાર કે પ્રસાર કરવો તે સમાધિનું લોકોત્તર લક્ષણ નથી. મનની સપાટી પર અનુભવેલી વાતાવરણની કે પુણ્યબળની શાંતિ છે. યોગ એટલે વિશુદ્ધ પરિણામ વડે આત્માભિમુખ થવું, જે ક્રમે કરી મોક્ષની શુદ્ધતા સાથે જોડાણ કરે. તેવા પવિત્ર યોગનાં સાધનો સાથે અધૂરા સાધકો શારીરિક ચેષ્ટાઓ જેવા પ્રકારો જોડી યોગમાર્ગમાં ભ્રમણા પેદા કરે છે. વળી તેમાં દૈહિક આકાંક્ષા ભળવાથી સામાન્ય જીવોમાં દેહને લાભ થશે તેવું આકર્ષણ પેદા થાય છે. આમ યોગમાર્ગથી ભ્રષ્ટ થનારને ચિત્તની પ્રસન્નતા – જેમાં નિર્દોષતા રહેલી છે તે પ્રાપ્ત થતી નથી. ધ્યાનાદિ લોકોત્તર માર્ગનું સેવન કર્યા પછી જો આત્મપ્રકાશ ન મળ્યો, આત્મભાવ પુષ્ટ ન થયો, આત્મ પવિત્રતા પ્રગટ ન થઈ તો ઉપરનાં સાધનો જ બંધનરૂપ બની સાધકને વિષ જેવાં લાગશે. માટે આત્માર્થીએ ધ્યાનાદિ સાધનો ગુરુ ગમે મેળવવાં અધૂરાં સાધન વડે લોકરંજનમાં પડી સ્વ-પર અહિત ન કરવું. જેમાં અમૃતની પ્રાપ્તિ છે તેને કેવળ માનકષાયથી પ્રભાવિત થઈ વિષની વેલડીનો વિસ્તાર ન કરવો. ૧૩૬ હૃદયપ્રદીપનાં અજવાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170