Book Title: Hridaypradipna Ajwala
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

Previous | Next

Page 162
________________ ત્યજીને તત્ત્વના નિર્ણયમાં બુદ્ધિને લગાવ. આજે એ જ મોટો અવસર છે. અનુપમ સુખ પામ્યા તે નિર્વાણને વર્યા. એ પૂર્ણ સુખનો પ્રેરણાનો સોત અરિહંત પરમાત્મા છે. સર્વ ગુણો જ્યાં પ્રગટ થયા છે. તેવા અરિહંત માનવમાત્રને ઉચ્ચ આદર્શો તરફ લઈ જાય છે. આપણી જીવનની પ્રત્યેક ક્રિયામાં તે પ્રેરણા સાત ઝિલાવો જોઈએ. તે માટે સ્વનો અહમ્ ઓળગવો જોઈએ. આપણા આદર્શ અને ભાવના જીવનની ઊંધી દિશામાં જતા નથી ને? વૈચારિક ભૂમિકા કરતાં ભાવનાનું ક્ષેત્ર ઊંચું છે. તેમાં રાગાદિમુક્ત સંવાદ જન્મે છે. માટે પ્રથમ વિચાર શુદ્ધિ કરી લે. આમ જુઓ તો વિશ્વમાં બધું સંવાદથી ચાલે છે. જેમ કે ઋતુકાળ પુષ્પોનું ખીલવું-કરમાવું. સૂરજનું ઊગવું-આથમવું, માતાપિતાના સંયોગથી ગર્ભનું ઉત્પન્ન થવું. જન્મ સાથે મરણનું જોડાવું. આ બધું નિયમથી ચાલે છે. પુગલના સંયોગે માનવનું અસ્તિત્વ, જીવન વિસંવાદી કેમ જણાય છે ! ક્યાંય મેળ નથી. કારણ કે માનવ સ્વચ્છેદે જીવન જીવે છે, સંયમિત જીવનમાં સંવાદ પ્રગટે છે. અરિહંત ભગવાને ઉચ્ચતમ જ્ઞાનસ્વરૂપ-આત્મારૂપ. સંવાદ આપ્યો તેને સાધ્ય કરો. હે પ્રભુ તમે ક્ષમાના ભંડાર હું પણ ક્ષમા ધારણ કરું. હે પ્રભુ તમે જીતી ગયા અને મારે કર્મનો ભાર ? સાચા સુખ માટે તમે બધું જ ત્યાગી દીધું અને હું તો વળગી રહ્યો છું. ના, પણ મારે હવે છૂટવું જ છે. આપને માર્ગે આવવું છે, આમ આપણી અંદર કશું સ્થાયી થવું જોઈએ તે ભાવો આપણા જીવનમાં સંવાદ સ્થાપે. ઘણાં નિરર્થક કાર્યોની પળોજણ મૂકી દે અને આત્માને ઓળખ. હે જીવ તું મૂંઝાઈશ નહિ. તારી ચૈતન્ય શક્તિ સંવાદી છે. તેના તરફ જો જેમાં શુદ્ધતા જ છે. તે તરફ દૃષ્ટિ કર તું પ્રસન્નતા અનુભવીશ. હૃદયપ્રદીપનાં અજવાળાં ૧૫૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 160 161 162 163 164 165 166 167 168 169 170