Book Title: Hari Vikram Charitra Author(s): Bhagubhai F Karbhari Publisher: Jain Patra Office View full book textPage 4
________________ બે બાલ. વાંચન શોખ વધારવાનો ઉદ્દેશ એ પણ ભાષા સાહિત્યના ગ્રંથની પસંદગી ઉપર ઘણે ભાગે રહેલો જોવામાં આવે છે. આજ કાલ નવલ કથાઓની ગુજરાતી ભાષામાં ભરતી થવા લાગી છે, પરંતુ તેમાં સેંકડે પાંચ ટકા જેટલી ભરતી ભાષાના ભૂષણ રૂપ કહી શકાશે. લોક રૂચિને અનુસરીને પુસ્તક રચવાં કે લોકરૂચિની દરકાર નહી કરતાં ઉત્તમ પુસ્તકને લોક સમુહમાં પ્રચાર કરો એ સવાલ તકરારી છે, પરંતુ એટલું તે સત્ય છે કે ધર્મને લગતાં પુસ્તક અને તેમાં પણ ચરિત્રોની શૈલી ઉપર લખાયેલાં ધાર્મિક ગ્રંથ લોકેની રૂચીને અનુસરતા તથા તેઓના શોખને ઉચ્ચભૂમિપર લઈ જનાર છે એમ સિદ્ધ થયું છે, આને અનુસરીને અમે અમારા સુજ્ઞ ગ્રાહકોના હાથમાં આજે એક એ ગ્રંથ મૂકીએ છીએ કે જે ગ્રંથ જૈન ધર્મના અનુયાયિઓને અનુકરણરૂપ થઈ પડશે. આ મૂળગ્રંથ પાટણના ભંડારમાંથી મહારાજા ગાયકવાડે સંશોધન કરાવી તેનું મરાઠીમાં ભાષાન્તર કરાવ્યું હતું, જે ભાષાન્તર અમારા જેવામાં આવ્યાથી અને પવિત્ર મહાન મુનિમહારાજ શ્રીશ્રીશ્રી 1008 અમરવિજય તથા મુનિશ્રી બાલવિજયે વર્ધા મુકામે ભલામણ કરવાથી અમોએ તે અથ ઈતિ વાંચ્યું અને તેને ગુજરાતી તરજુમો કરાવો યોગ્ય લાગ્યાથી જૈન પત્રના એક સબ એડીટર મી. લક્ષ્મણરાવ સખારામ દેવળાલીકર નામના રક્ષણ ગૃહસ્થને એ કામ માટે ખાસ રોકી અમારી દેખરેખ નીચે તેનું ગુજરાતીમાં ભાષાન્તર કરાવ્યું. મી. દેવળાલીકર ગુજરાતી ભાષાના સારા લેખક હોવાથી ગ્રંથની મુળ નેમ ભાષાન્તરમાં સચવાયેલી છે. આ ગ્રંથમાં અયોધ્યા નગરીને અજીતવિક્રમ નામના રાજાના પુત્ર હરિવિક્રમનું ચરિત્ર છે. એ રાજાએ જૈનધર્મ સ્વિકારી, એ ધર્મનું અચ્છી તરેહથી રક્ષણ કરી તેનો ફેલાવો કરવાના કામમાં ઘણી તકલીફ ઉઠાવી છે. આ ગ્રંથ મરાઠી ભાષા કે જે ભાષાના બોલનારાઓ પૈકી થોડો ભાગ જૈન ભાઈઓને છે તેમાં મૂળમાંથી ભાષાન્તર થયો છે, જ્યારે ગુજરાતી ભાષા કે જે ભાષાના બોલનારાઓમાં ઘણુંખરા જૈન બંધુઓનો સમાવેશ થાય છે તે ભાષામાં એ ગ્રંથ અદ્યાપિ પર્યત વંચાયેલો નથી એ ખરેખર આપણને લજ્યાસ્પદ હતું, તે ખામી દુર કરવા અને શક્તિવાન થયા છીએ જે માટે અમે અમારા ગ્રાહકોનાજ આભારી છીએ. અને અમારા વાંચકોના હાથમાં નવલકથા જેવી બેઘડીની મોજમાં વાંચનારને તરત કરી તેની કાંઈ પણ અસર મન પર ન કરતાં મનને તલસતું રાખે તેવાં પુસ્તક કરતાં ધાર્મિક ભાવને દ્રઢ કરે અને મનને તેજ રસમાં ડુબgબા રાખે તેવાં પુસ્તકનું ભાષાન્તર કરાવી અમારા બંધુઓના હસ્તકમલમાં મુકતાં અમને બેહદ આનંદ થાય છે, વળી આ પુસ્તક ગુજરાતિ ભાષાના સાહિત્યમાં શણગાર રૂપ થઈ પડશે એવી અમને ખાત્રી છે. કેટલાંક અનિવાર્ય કારણોને લીધે અમે આ પુસ્તક વાંચકવર્ગને જણાવ્યા મુજબ વખતસર બહાર પાડી શક્યા નથી, પરંતુ જ્યારે અમારા વાંચકો આ પુસ્તક ધ્યાનથી વાંચી જશે ત્યારે તેઓને ખાત્રી થશે કે અમારા પ્રયાસને બદલો સંપૂર્ણ રીતે તેઓને મળેલો છે. એક વખત વાંચ્યા પછી જે પુસ્તક ઉપરથી ફરી વાંચવાનો મોહ ઉતરી જાય તેવાં પુસ્તકે અમારા ગ્રાહકેને ભેટ દાખલ આપવાને અમારો રો નથી પરંતુ, જે પુસ્તક ફરીફરીને વાંચવાની જીજ્ઞાસા થાય અને તેને પોતાની ખાનગી લાઇબ્રેરીમાં સંઘરી રાખવાનું મન થાય તેવાં જ પુસ્તકે અમે ભેટ આપીને જૈન ભાઈઓમાં વાંચન શોખ સાથે ધર્મભાવના દ્રઢ થાય તે તરફ અમારો પ્રયાસ મૂલથી છે, જે જોનારને જણાયા શિવાય નહીં રહે. છેવટે અમો અમારા સુત ગ્રાહકોની મુનસફી ઉપર આ અમારા પ્રયાસની કદરદાની છડી આવા ઉપયોગી પુસ્તકની -૯હાણી માટે સંતોષ પકડી જૈન ભાઈઓ તે વાંચીને ચરિત્રના નાયકની માફક ધર્મના પ્રબલ રાગી થાય એમ અમારી અંતઃકરણની ઈચ્છા છે. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak TrustPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 221