Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre

View full book text
Previous | Next

Page 9
________________ નિવેદન કલ્પતરુ અધ્યાત્મ કેન્દ્ર મીંયાગામ કરજણ મૂકામે જાન્યુ.૨૦૦૪ના યોજાયેલ જૈનસાહિત્ય જ્ઞાનસત્રમાં વિદ્વાનોએ રજુ કરેલા અભ્યાસલેખો, નિબંધો ગ્રંથસ્થ કરીને જ્ઞાનધારા-૧ રૂપે પ્રગટ કરતા આનંદની લાગણી અનુભવુ છું. સમયના અભાવે જ્ઞાનસત્રમાં કેટલાંક નિબંધો રજુ કરી શકાયા ન હતાં અને કેટલાંક અભ્યાસુઓએ પોતાના લખાણો મોકલ્યાં પણ તેઓ કારણો વશાત જ્ઞાનસત્રમાં ઉપસ્થિત રહી શક્યાં ન હતાં તે લખાણો પણ અહીં ગ્રંથસ્થ કર્યા છે. જ્ઞાનસત્રમાં રજુ થયેલાકે આવેલા લેખોનું ધોરણ એક સરખું ઉચ્ચ ન પણ હોઇ શકે છતાં આમાં પ્રગટ થતાં લેખો વાંચી જિજ્ઞાસુઓ અભ્યાસુઓને પોતાના જ્ઞાનની ક્ષિતિજના વિસ્તાર અંગે, રજુઆત અંગે એક નવી દિશા જરૂર સાંપડી શકે. પ્રકાશનનો હેતુ અભ્યાસુઓમાં ઉત્સાહની લાગણીને વધારવાનો છે. આવા જ્ઞાનસત્રથી વિચાર વિનિમયની તક વધે છે અને અભ્યાસુઓ અને વિદ્વાનો વચ્ચે આત્મીય પરિચય વધવાથી એક બીજાને પૂરકમાહિતીનો અવકાશ રહે છે અને માર્ગદર્શન મળે છે. ܗ આ પ્રકાશન કાર્યમાં શાસન પ્રભાવક પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિજી મ.સા. પૂ. વિદુષી ડૉ.તૃલતાજીના આર્શિવાદ અને માર્ગદર્શન મળ્યા છે. સંપાદન કાર્યમાં ડૉ.રસિકભાઇ મહેતા તથા મારા ધર્મપત્ની ડૉ.મધુબેન બરવાળિયાનો સહયોગ મળ્યો છે. જ્ઞાનસત્રના આયોજનના પ્રેરક દાતા અ.ભા.શ્વે.સ્થા.જૈન કોન્ફરન્સ તથા ઉવસગ્ગહરં સાધના ટ્રસ્ટના ટ્રષ્ટીઓ તથા સંચાલકોનો આભાર માનું છું. અહીં ગ્રંથસ્થ થયેલા વિવિધ અભ્યાસ લેખો, જિજ્ઞાસુઓની જ્ઞાન પિપાસા સંતોષશે અને અભ્યાસુઓ અને વિદ્વાનો માટે જેતે વિષયોના સંદર્ભગ્રંથની સૂચિમાં સામેલ થઇ આદર પામે તેવી ભાવના સાથે વિરમું છું. ગ્રંથમાં જિનાજ્ઞા વિરૂધ્ધ કાંઇ લખાણું હોય કે પ્રરૂપણા થઇ હોય તો ત્રિવિધે મિચ્છામી દુક્કડંમ્. ગુણવંત બરવાળિયા નવેમ્બર-૨૦૦૪ ૬૦૧, સ્મિત એપાર્ટમેન્ટ, ઉપાશ્રય લેન, ઘાટકોપર (પૂ.), મુંબઇ-૭. E-mail : gunjanbarvalia@yahoo.com નોંધ - ઉવસગ્ગહરં સાધના ટ્રસ્ટની પ્રેરણાથી આગામી જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ રાજકોટ મુકામે ૮-૯-૧૦ જાન્યુ.૨૦૦૫ના યોજાશે. VIII

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 322