________________
મંત્રસાધના વિશેના ચિંતનસભર પ્રવચનો સાંભળ્યાં. જૈનાચાર્યો, શ્રાવકો, સંતો અને કવિઓની સરસ્વતી સાધનાની સુંદર વાતો સાંભળવા મળી સામૂહિક આરાધના વખતે મંત્ર જાપ, ભક્તિ, પ્રાર્થના આરતી વગેરેનો પણ લાભ મળ્યો.
૧૯૯૮નું વર્ષ સૌરાષ્ટ્રકેસરી પ્રણલાલજી મહારાજ સાહેબનું જન્મશતાબ્દી વર્ષ, અધ્યાત્મયોગિની પૂ. લલિતાબાઈ મહાસતીજી (બાપજી)ના વિદ્વાન શિષ્યા પૂ. ડૉ. તરુલતાજીની પ્રેરણાથી પૂ. ગુરુદેવની સ્મૃતિ ચિરંજીવ બનાવવા ૧૯૯૯માં જૈન સેન્ટરની સ્થાપના થઈ અને એમ વિચાર્યું કે સરસ્વતી વંદના પુસ્તકના પ્રકાશન દ્વારા જ પ્રકાશન કાર્યની શરૂઆત કરવી. એ જ શૃંખલામાં આજે ચોથી આવૃત્તિ પ્રગટ થઈ રહી છે.
માતા સરસ્વતીના સ્તોત્રો, મંત્રો અને ચિત્રોનાં તો કેટલાંક પ્રકાશનો થયાં છે પરંતુ મા સરસ્વતી અને જ્ઞાન આ બન્ને શબ્દો એકબીજાના પર્યાય છે માટે જ્ઞાન અને જ્ઞાન સાધનાને લગતાં વિવિધ લેખો, મુદ્રાવિજ્ઞાન વગેરેનો સમાવેશ કરવામાં આવેલ છે. પુસ્તકમાં જ્ઞાનની અને મા સરસ્વતીની સાધનામાં વિચાર અનુબંધનો ઉપક્રમ રાખ્યો છે. કલા અને જ્ઞાનની સાધના વાગ્મિતાની દેવી મા વાગીશ્વરીની કૃપા વિના અધૂરી જ રહે છે. જ્ઞાનસાધનાના સફળ પરિણામમાં મા સરસ્વતીની કૃપા અભિપ્રેત છે જેથી જ્ઞાનસાધના અને સરસ્વતીની સાધનાનો સંબંધ ઈંગિત લેખી શકાય. પૂ. ડૉ. તરૂલતાસ્વામીના સૂચનથી જ્ઞાનના અતિચારો, જ્ઞાન અને યોગસાધનાનાં પ્રકરણો પણ આ પુસ્તકમાં ઉમેરવામાં આવ્યાં છે.
થોડા સમય પહેલા મિત્ર શ્રી પન્નાલાલ શાહ તરફથી સચિત્ર સરસ્વતી પ્રાસાદ ગ્રંથ મળ્યો. મા સરસ્વતીના વિવિધ મનોહર રંગીન ચિત્રો, મંત્રો, સ્તોત્રો, પ્રાર્થનાઓ અને મા સરસ્વતી અંગેના લખાણોથી શોભતો આ ગ્રંથ મુદ્રણ કલાનો પણ ઉત્કૃષ્ટ નમૂનો છે. આ ગ્રંથના સંપાદક અને સંશોધક પૂ. આ. શ્રી વિજ્યચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ સાહેબના વિદ્વાન શિષ્યરત્ન મુનિ ફુલચંદ્રવિજયજી છે. મને આ પુસ્તકના