Book Title: Gujaratioe Hindi Sahityama Aapel Falo
Author(s): Dahyabhai Pitambardas Derasari
Publisher: Gujarat Varnacular Society Ahmedabad
View full book text
________________
પદે છે. તે વખતે લહીઆઓએ ઉમેર્યા પણ હોય. પણ ભાલણની છાપવાળાં પદે તે ભાલણનાં જ હોવાં જોઈએ. દશમમાં ભાલણે, અગર લહીઆઓએ બીજા કવિ જેવા કે સુરદાસ, મીરાંબાઈ, રસાતલનાથ, ગંગાધર અને વિષ્ણુદાસ એમનાં લખેલાં-એમની છાપવાળાં– વૃજભાષાના પદ લીધેલાં છે. ભાલણની છાપવાળું એકાદ પદ નમૂના તરીકે આપ્યું છે. (૨) બ્રોન તપ શીનોરી મારું નિંદ્રરાજી, શોન.
ले उछंग हरिकुं पय पाबत मुख चुंबन मुख भीनोरी मा. तृप्त भये मोहन ज्यु हसत हैं तब उमगत अधरहु कीनोरी मा. जसोमती लटपट पूँछत लागी बदन खेचित बलिनोरी मा. रिदे लगाय बरजु मोहि तु कुलदेवा दीनोरी सुंदरता अंग अंग कए बरनु तेज ही सब जग हीनोरी मा. अंतरिख सुर इन्द्रादिक बोलत वृजजन को दुख खीनोरी मा. इह रससिंधु गान करी गाहत भालन जन मन भीनोरी मा. મીરાંબાઈનું નામ અને ઈતિહાસ જાણીતું છે. એઓ મેડતિયાના
રાઠોડ રત્નસિંહના પુત્રી, રાવ ઈહાજીના પૌત્રી મીરાબાઈ અને જોધપુર વસાવનાર જોધાજીના પ્રપૌત્રી
હતાં. ચોકડી નામે ગામમાં એમને જન્મ સંવત ૧૫૭૩ માં થયો હતો. એમને વિવાહ ઉદેપુરના મહારાણાકુમારશ્રી ભોજરાજજીની સાથે થયો હતો. સંસાર સંબધ છેડી એમણે શ્રીકૃષ્ણચંદ્રને પોતાના પતિ માન્યા હતા. એમના સાસરામાં અને પિયેરમાં કઈ જાતની ન્યૂન નહતી, છતાં મીરાંબાઈ કઈ દિવસ પલંગ પર ન સૂતાં. દરેક વાતે ઋષિઓનું અનુકરણ કરતાં. એઓ ભક્તિ રસમાં તલ્લીન બનીને આનંદમાં રહેતાં. પિતાના મંદિરમાં શ્રીકૃષ્ણચંદ્રની મૂર્તિ સન્મુખ નૃત્ય કરતાં અને ગાતાં. એમની આવી રહેણી કરણથી નારાજ થઈ એમનાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com