Book Title: Gujaratioe Hindi Sahityama Aapel Falo
Author(s): Dahyabhai Pitambardas Derasari
Publisher: Gujarat Varnacular Society Ahmedabad
View full book text
________________ 7 एसासा रहासा तापें किसन अनंत आसा पानीमें पतासा तैसा तनका तमासा है // 31 // (त्रिविक्रमानंद संवत् 1876 मां मरण) ત્રિવિક્રમાનંદ નામે જંબુસરનો અવદીચ સહસ્ત્ર બ્રાહ્મણ હતે... નાનો હતો ત્યારથી સાધુના અખાડામાં જતા. ત્યાંથી એને જ્ઞાનનો ઉપદેશ થયેલ. પરણવા બેઠા હતા ત્યાં “સાવધાન” શબ્દ સાંભળીને એના. મનમાં તરંગ આવ્યું કે દુનિયામાં પડતાં સાવધાન રહેવાનું કહેવામાં આવે છે. એટલે મારામાંથી દિશાએ જવાનું બાનુ કાઢી ઉઠી ગયો. ઘેર જઈ પહેરેલું ઘરેણું કાઢી આપી પિતે કાશી તરફ જતો રહ્યો. ડા. કાળ પછી આવીને સુરતમાં રહેતું. ત્યાં એણે સંસ્કૃત-કૌમુદીને અભ્યાસ કર્યો. એ વેદાંતની કથા હિંદુસ્તાનમાં કરતે. એણે કેટલાક ગ્રંથ રચ્યા છે. એનાં પદ એવાં તો પ્રેમ–આનંદમય છે કે વાચેથી મન. ઉપર સચોટ અસર થયા વગર રહે નહિ. એનું મરણ સંવત ૧૮૭૬માં થયું હતું. એમના પછી એમનો શિષ્ય વિજયાનંદ એના અખાડાનો અધિપતિ થયો હતો. (હરિનાય) કાશી નિવાસી ગુજરાતી બ્રાહ્મણ હરિનાથે સંવત 1826 માં “મર્યા -રણ " નામે ગ્રંથ બનાવ્યું છે, જેમાં લક્ષણ, ઉદાહરણ વગેરે સમજાવ્યાં છે. એણે પૃથશાહ, મુહમ્મદશાહ સંબંધી ઐતિહાસિક ગ્રંથ પણ લખે છે. એની વૃજ ભાષા સામાન્યતઃ સારી છે– रोवति रिसाति मुसुकाति अरु हाहा खाती मद को करत धन जोबन समाज है। आगमन पीतम को सुनत छवीली बाल हरखि खजाति हिय होत सुख साज है। Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com