________________
[ ૬૫
પ્ર. ૨]
ન્હાનાલાલ ( નાટકનાં આછીપાતળા વસ્તુસંવિધાનમાં પણ આવું ગઠવતા કવિ પાત્રના એતવિષયક સાધકબાધક જે ઉગારો કઢાવે છે તેમાંના ઘણું હોંસથી ઢંકાય, ઉતારાય, લલકારાય એવા હોય છે અને કવિની એ પ્રિય ભાવના કે કવિસંદેશને સમજાવવા-વધાવવામાં એને ઉપયોગ અભ્યાસીઓ કરતા રહ્યા છે. એ ઉગારે ઘણુ વાર એક જ વક્તવ્યનાં રૂપાળાં શબ્દાન્તર હાઈ પુનઃ પુનઃ કથનના આપને પાત્ર બનતા હોય છે, પણ તે એટલું જ દર્શાવે છે કે જીવનને – સંસારને જીવ્યું મીઠું લાગે એવું સ્વર્ગ બનાવવા માટે નરનારીના સ્નેહપૂર્ણ સહયોગ, હૃદયગ, લગ્નગને કેટલે અનિવાર્ય રીતે આવશ્યક માનતા હતા. આવી પુનરુક્તિ કવિનાં કલ્પિત નાટકનાં વસ્તુમાં પણ તરત દેખાઈ આવે છે તે ઉપર જોયું. “પ્રેમકુંજ'માં સ્નેહનાં દ્રતિયાં વીરેન્દ્ર અને રતન જોડાય છે, પણ રસેશ જોગી જે એકલવિહારી રહે છે. ગાપિકા'માં વજાંગ ગોપિકાને મેળવી ન શક્તાં ખાખચોકનો યુવરાજ' એટલે એકલપંથી જેગી રહે છે. સ્નેહ લગ્નપરિણામી ન બનતાં ઇન્દુકુમાર-કાન્તિકુમારીને તેમ જયા-જયન્તને પણ કવિ જેગ લેવડાવે છે. “ગોપિકા'માં વીજળી સાવકુંજની અસરે જોગણ બને છે અને “જગરણમાં પરાક્રમની વિધવા બહેન મેઘમાળા પણ તેની માફક “સંસારની જોગણેને” મઠ માંડે છે. “સ્નેહનું તપ” તપાવવાનું પોતાનાં નેહવ્રતિયાં પાત્રોના ભાગ્યમાં કવિ મૂકતા જ રહ્યા છે એ પણ જેમની જોડી અને લગ્નથી સંધાય-રચાય છે તેવાં પાત્રોના અમુક કાળના વિયોગના આલેખનથી જણાય છે, અને નથી સંધાતી કે રચાતી તેમના આવા ઊધ્ધ કરણથી, તેમના જેગ અને ત્યાર બાદના સેવાજીવનથી, જણાય છે. “જોગ વિના પ્રેમ ન સોહે” (“પ્રેમકુંજ') એ પણ કવિની સ્નેહભાવનાનું જાણે કે અનુ-સૂત્ર રહ્યું છે. સ્નેહગ જેમને સંગ અને લગ્નમાં પરિણમે નહિ એવી પરિસ્થિતિ પણ કવિ કહે છે. “અજિત અને અજિતા'માં અજિતાના આકસ્મિક મૃત્યુ બાદ અજિત પણ દેહ છેડી દે અને બેઉના જીવાત્મા પરલોકે સાથે પ્રયાણ કરે એમ યોજનાર કવિએ “ઓજ અને અગર” એ કાવ્યમાં અગરને સંસારલગ્નને અને કસુવાવડને ભોગ બનાવી મૃત્યુ પામતી બતાવ્યા પછી ઓજને જગ લેતે દર્શાવ્યો છે. હૃદયમાંના સ્નેહની જીવનમાં ધૂળ અસિદ્ધિની પરિસ્થિતિમાં પાત્રોને સ્થળ વિવેગમાં ઝૂરતાં ને વિલપતાં દેખાડવાને બદલે અંતરમાં અખંડ સ્નેહગી રાખી બહારથી જંગી અને લેકસેવક બનાવવાનું કવિને વિશેષ રુચ્યું છે. ઈન્દુકુમાર, નેપાળી જોગણ, કાન્તિકુમારી જયા, જયન્ત, મેઘ અને શરદ (“એજ અને અગર'), વજાંગ, (‘ગાપિકા'), જેગી ને પરમેશ્વરી (અજિત અને અજિતા'), વીજળી (ગોપિકા'),
ગુ. સા. ૫