Book Title: Gujarati Sahityano Itihas Part 04
Author(s): Umashankar Joshi & Others
Publisher: Gujarati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 655
________________ ગ્રંથ ૨ (પ્ર. વર્ષ ૧૯૭૬) બીજા ગ્રંથમાં ઈ. સ. ૧૪૫થી ૧૮૫૦ સુધીના ગુજરાતી સાહિત્યના મધ્યકાળને આવરી લેવામાં આવે છે. એમાં નરસિંહ, મીરાં, અખો, પ્રેમાનંદ, શામળ, દયારામ આદિ પ્રમુખ કવિઓ વિશે સવિસ્તર આલેખન થયું છે. મધ્યકાલીન સાહિત્યનાં પરિબળો તથા સાહિત્યપ્રકારે, જૈનસાહિત્ય, પ્રબંધ-સાહિત્ય, ફાગુ સાહિત્યઆદિભક્તિયુગની કવિતા, જ્ઞાનમાર્ગી કવિતા, આખ્યાન-કવિતા, કથાપ્રવાહ-લેકવાર્તા, પદકવિતા-સ્વામિનારાયણ સંપ્રદાયની કવિતા અને ગદ્યસાહિત્યનો ઈતિહાસ પણ એમાં સ્વતંત્ર પ્રકરણમાં આપ્યો છે. તદુપરાંત પારસી કવિઓ, લેકસાહિત્ય, ભવાઈ, ક્યા પ્રકૃતિઓ થાઘટકે તેમજ મધ્યકાલીન બંધ વિશેનાં પણ વિસ્તૃત પરિશિષ્ટ આપવામાં આવ્યાં છે. પૃષ્ઠ સંખ્યા ૮૬૦), [કિં. રૂ. ૩૨-૫ ગ્રંથ ૩ (પ્ર. વર્ષ ૧૯૭૮) ત્રીજા ગ્રંથથી અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઈતિહાસ-લેખનને આરંભ થાય છે. અર્વાચીન ગુજરાતી સાહિત્યનાં પરિબળે નિરૂપતી “ભૂમિકા' પછી આ ગ્રંથમાં દલપતરામ, નર્મદ, નંદશંકર, નવલરામ, ગોવર્ધનરામ, બાલાશંકર, મણિલાલ, નરસિંહરાવ, કાન્ત, રમણભાઈ નીલકંઠ, આનંદશંકર, બલવન્તરાય, કલાપી આદિ આપણું પ્રમુખ સાહિત્યકારો તથા આ સમયાવધિના અન્ય કવિઓ અને ગદ્યલેખકેના પ્રદાનને આલેખવામાં આવ્યું છે. દલપતરામથી કલાપી સુધીના સાહિત્યકારો આ ગ્રંથમાં આવરી લેવામાં આવ્યા છે. પૃષ્ઠ સંખ્યા ૬૬૦). [કિં. રૂ. ૧૭-૦૦

Loading...

Page Navigation
1 ... 653 654 655 656 657 658