________________
૪૧૦] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ઝં. ૪ તરીકે તેઓ સ્વીકારે છે. સર્જનની જેમ વિવેચનનેય જીવનસાપેક્ષ અને જીવનના વ્યાપક અનુભવમાંથી પોષણબળ મેળવનાર આનંદમાંથી ઉદ્દભવેલી ને આનંદ માટેની પ્રવૃત્તિ લેખે છે. તેઓ વિવેચનને સાહિત્યના કર્તા ને કૃતિઓ વિશે ચુકાદાઓ આપ્યા કરતી પ્રવૃત્તિ તરીકે નહિ પરંતુ રસાસ્વાદ સાથે સંકળાયેલી, રસતત્ત્વ ગ્રહણ કરતાં જીવનના રહસ્યતત્ત્વ સુધી પહોંચતી એક આધ્યાત્મિક પ્રવૃત્તિ તરીકે અવકે છે. વિવેચન સર્જન પર નિર્ભર અને એ રીતે પરાયત્ત છતાં “સાચા જીવતા સર્જન-સાહિત્યના વાડ્મય પ્રાણધબકારી-રૂ૫૪ હેવાનું એમનું મંતવ્ય છે. વિવેચનમાં “જીવનના ઊંડાણમાંથી ફુરતી૧૫ વસ્તુ તરીકે સુરુચિને તેઓ પ્રાધાન્ય આપે છે. રામનારાયણે વિવેચન દ્વારા શુદ્ધ કલાભાવનાને પ્રતિષ્ઠિત કરી, સર્જકભાવકના રુચિતંત્રને કેળવી સાહિત્યનું વાતાવરણ સંસ્કારદષ્ટિએ તપઃપૂત અને ગૌરવાન્વિત બને એ માટે વિનીત પુરુષાર્થ કર્યો. એમના આ પુરુષાર્થમાં ગાંધીયુગીન સંસ્કારસંદર્ભ પણ જોઈ શકાય.
તેમણે કલાની સ્વાયત્તતાને આગ્રહ સેવ્યું તે સાથે તેની જીવન સાપેક્ષતા અને જીવન પ્રત્યેની જવાબદારી પણ દર્શાવી. જીવનમાં કલાને અને કલામાં જીવનને મહિમા કરનાર આ ગાંધી-સંસ્કારે રંગાયેલા સાક્ષર દ્વારા સર્જન ને વિવેચનને વેઠવું પડયું નથી; બલકે કલા-કાવ્યને જીવન સાથે સર્વ ભદ્ર સંબંધ૧૬ જનારી એમની દૃષ્ટિએ સર્જન અને વિવેચનમાં એકાંગીપણું ન આવી જાય એની સાવધાની રાખી છે.
કાવ્યની રસાત્મક્તા સાથે જીવનની રહસ્યાત્મકતાને તેમણે પ્રગાઢ સંબંધ દર્શાવ્યું છે. કલાકારને જીવનના અમુક વસ્તુ તરફ લાગણીમય – ભાવાત્મક સંબંધ૧૭ તે રહસ્ય. એ રહસ્ય કલાકારની સંકુલ અર્થસભર અનુભૂતિ'ના પર્યાયરૂપ પણ છે. આ રહસ્ય કાવ્યના ઉપાદાન દ્વારા પૂર્ણતયા વાય નહિ હાઈ વ્યંજનાને આશ્રય અનિવાર્ય થઈ પડે છે અને તેથી જ શબ્દાદિ કળાઓની વ્યંજનાધર્મિતા રામનારાયણ બતાવે છે.
તેઓ માને છે કે કાવ્યને અનુભવ અહંકારલિપ્ત ન હોવાથી જીવનના અનુભવની તુલનામાં શુદ્ધ હોય છે.૧૮ એ અનુભવ સત્યમૂલક હોય છે. એમાં કલાકારની ચેતનાના સત્ય સ્વરૂપની સાક્ષાત્કૃતિ હોય છે અને તેથી જ કાવ્યમાં ટ્રેથ ઈઝ બ્યુટી ઍન્ડ ન્યૂટી ટ્રેથ” એવી પ્રતીતિ થવી સાહજિક છે. રામનારાયણ સત્ય અને સૌન્દર્ય, કલા અને નીતિ–એવા ભેદમૂલક ખ્યાલને કાવ્યકલાના ક્ષેત્રે ઈષ્ટ લેખતા નથી તેના મૂળમાં જીવન અને જગતના વ્યાપક સંદર્ભમાં, ચૈતસિક ભૂમિકાએ, અખિલાઈમાં કલાતત્ત્વને અવલકવા-મૂલવવાને એમને અભિગમ