________________
૪૫૪]
ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ચં. ૪ પાત્રનિર્માણ અને સંવાદરચનાના કૌશલને વિશેષ પણ ઊપો. આ નાટકે એમની નાટયવિદ તરીકેની ઉત્તમ શક્તિઓ પ્રગટાવી છે અને એ ઉપરાંત રંગભૂમિના પુનરુદ્ધારનો એમને સંકલ્પ પણ એમાં કંઈક મૂર્ત થયો છે. ઉત્તમ દિગ્દર્શક અને નીવડેલા અભિનેતાઓએ એને એક સફળ અભિનય નાટક પુરવાર કરી આપ્યું છે.
આ બંને નાટયકતિઓએ લેખકની ઉત્તમ સર્જકતાના અને રંગભૂમિની જાણકારી અને સૂઝના, આપણે ત્યાં લગભગ વિરલ એવા બે તંતુઓને જોડી આપ્યા છે.
વિવેચન સંસ્કૃત-અંગ્રેજી સાહિત્યમીમાંસા અને ફિલસૂફીને અધ્યયનથી ઘડાયેલી રુચિને લીધે એમના વિવેચનમાં તુલનાત્મક દૃષ્ટિકોણને વિનિયોગ થતો રહ્યો છે. ભારતીય સાહિત્યવિચાર અને તત્વજ્ઞાનને કેન્દ્રમાં રાખીને ચાલતી એમની વિચારણા પાશ્ચાત્ય ચિંતન-વિવેચન સાથેની તુલનાથી વધુ સ્પષ્ટ અને સમૃદ્ધ થયેલી છે. સંકુલ વિચારણાનું પણ ખૂબ વ્યવસ્થિત, મુદ્દાસર અને વિશદ નિરૂપણ વિવેચક તરીકે એમને મુખ્ય વિશેષ છે.
સંસ્કૃત રસમીમાંસામાંની “આનંદમય સંવિની અને પાશ્ચાત્ય વિવેચનની ઈચ્છેટિક્સની વિચારણાને સંદર્ભે કાવ્યના રસાનંદના સ્વરૂપની સર્વાગીણ તપાસ કરતે એમને ગ્રંથ “આનંદમીમાંસા' (૧૯૬૩) આપણે ત્યાં તુલનાત્મક અધ્યયનને એક મહત્ત્વાકાંક્ષી પ્રયાસ છે. માનવચિત્તની સહજ પ્રેરણા રૂપે રહેલા આનંદતત્વ – ભૂમા –ની અને એને વિકસિત સ્વરૂપની ચર્ચા કરીને એમણે તત્ત્વજ્ઞાનની પીઠિકા પર બ્રહ્માનંદ સાથે રસાનંદની તુલના કરી આપી છે અને નાટયશાસ્ત્રમાંના રસના વિભાવની વિસ્તૃત વિવેચના કરી છે. આ સંદર્ભે એમણે ક્રોચે અને શોપનહાઉરની વિચારણાને પણ નિરૂપી આપી છે. સૌન્દર્યશાસ્ત્રને આમ ફિલસૂફીના એક વિષયાંગ તરીકે મૂલવવાને એમનો ઉપક્રમ નેધપાત્ર છે.
સાહિત્યમીમાંસા અને દર્શનશાસ્ત્રોની પરિભાષાની ઝીણવટમાં ઊતરતી અને ચર્ચા માટે એક મોટા વ્યાપને સ્વીકારતી એમની આ મૌલિક અને સંકુલ વિચારણની રજૂઆત ખૂબ સ્પષ્ટરેખ અને વિશદ રહી છે. ૧૯૬૦-૬૧માં મહારાજા સયાજીરાવ સ્મારક વ્યાખ્યાને'રૂપે તૈયાર થયેલા આ ગ્રંથમાં વક્તવ્યની પ્રાસાદિકતા પણ નોંધપાત્ર છે. ભારતીય સંસ્કૃતિ, સંસ્કૃત-અંગ્રેજીના અભ્યાસની આવશ્યકતા, ગુજરાતી ભાષાને ઐતિહાસિક વિકાસ, કવિતા અને વિવેચનના