________________
પ્ર. ૧૨]
રમણલાલ દેસાઈ
[૪૯૩
નથી તે કલાદષ્ટિએ યોગ્ય છે. યંબક, ધૂસી, પાદરી જેન્સન વગેરે ગૌણ પાત્રોનાં ચરિત્રની રેખાઓ પણ વાર્તાકારે બરાબર પ્રગટ કરી છે.
સમગ્ર નવલકથા એમાંની અસાધારણ અને હૃદયસ્પર્શી ઘટનાઓને કારણે, ચિત્તમાં સ્મરણીય બની રહે તેવાં વિવિધ પ્રકૃતિનાં પાત્રોથી, તેમ જ સચેટ ભાવનાભર્યા સંવાદને કારણે અને એમાંના પ્રેરક દૃષ્ટિકોણથી આસ્વાદ બની રહે છે.
રમણલાલની નવલકથાકલાને ચોથા દાયકામાં મધ્યાહ તપતું હતું. ગુજરાતમાં એ સમયે જાણે એ એકમાત્ર નવલકથાકાર હોય તેવી લોકપ્રિયતા તેમણે પ્રાપ્ત કરી લીધી હતી. રમણલાલની નવલકથાઓ એકસાથે કપ્રિય અને કલાત્મક બની રહી છે તેમની સર્જક તરીકેની સફળતા ગણાય. પણ એ પછીની નવલકથાઓમાં વાર્તાકારની કલા ઓસરતી જણાય છે. તેમણે તેમની ઐતિહાસિક નવલકથા “ક્ષિતિજ' (ઈ. ૧૯૪૧)માં એમની પ્રિય અહિંસાભાવના બે હજાર વર્ષ પૂર્વે પણ કેવી પુરસ્કાર પામતી હતી તેને ચિતાર આપે છે. એ સ્થળકાળની જે કંઈ અલ્પ-ઐતિહાસિક માહિતી લેખકે એકત્ર કરી તેને ભૂમિકારૂપે લઈને વાર્તાકારે આર્ય અને નાગ સંસ્કૃતિ વચ્ચેના સંઘર્ષની અને સમન્વયની તેમ જ વિદધર્મ અને બૌદ્ધ ધર્મ વચ્ચેની ટકરામણ વર્ણવી છે. પણ વાર્તાને દેહ અ૫સત્ત્વ બની રહ્યો છે. વાર્તાકારને અદ્દભુત નિરૂપવાને શેખ અહીં ઠીક પોષાય છે, પણ એથી નવલકથા રોમાન્સના સીમાડા તરફ ખેંચાઈ જતી લાગે છે. વાર્તાનાં પાત્રોનું વલણ પણ અર્વાચીનતાના અણસારા આપનારું છે. ઉલૂપી કે કાંચનજધા પ્રાચીનયુગની સ્ત્રીઓને બદલે અર્વાચીન નારી હોવાની છાપ પાડે છે. અને સહુથી વિશેષ વાત તે, સુન્દરમે નેંધી છે તેમ, એ છે કે વાર્તાકાર એમની પ્રિય. અહિંસાની ભાવના માત્ર ગાંધીયુગની નહિ પણ ઠેઠ વેદકાળથી આર્ય પ્રજાની ઈષ્ટભાવના રહેલી છે એમ જણાવી તેને બચાવ કરવા પ્રેરાયા છે. ધારો કે એ ભાવનાની હયાતી આ જ રૂપમાં હોય તે પણ કથામાં તેની જે રીતની અભિવ્યક્તિ છે તે ચાલુ જમાનાના શાંતિવાદી માસ જેવી વિશેષ લાગે છે. અને વળી યુદ્ધ માત્ર અનાર્યલીલા” તથા “સર્જનમાં સંહાર ન હોય” એ દૃષ્ટિ આર્ય સંસ્કૃતિના જીવનદર્શન સાથે કેટલી અનુકૂળ છે તે પણ વિચારવાનું છે.” (ગુજરાત. સાહિત્ય સભાની કાર્યવાહી સને ૧૯૪૧-૪૨, પૃ. ૭૫)
રમણલાલે “ભારેલા અગ્નિમાં સત્તાવનના સંગ્રામમાં રુદ્રદત્તના પાત્ર દ્વારા અહિંસાના પ્રભાવની વાત પ્રગટ કરી હતી. એમની એ જ ભાવનાઘેલછા ક્ષિતિજ'માં તેમને ફરી ઈતિહાસવિરોધ તરફ ખેંચી ગઈ છે, તદુપરાંત લેખક