________________
પ્ર. ૧૩] ધૂમકેતુ
[પ૧૭ ઉદ્ગારે જાણે કે એકી સાથે પ્રગટાવે છે. ધૂમકેતુના વાર્તાસર્જનમાં લગોલગ જોવા મળતી શિખરચી સિદ્ધિઓ અને ખીણનીચી મર્યાદાઓ વાચકને વિમાસણમાં મૂકી દે એ વિશિષ્ટ અનુભવ કરાવી જાય છે. જીવનને તેઓ લગભગ સ્થિતિચુસ્ત ખાનાંઓમાં વહેંચી દે છે. પ્રાચીન સંસ્કૃતિ વિરુદ્ધ આધુનિક સભ્યતા, શીલસંસ્કારસંપન્ન જૂની પેઢી વિરુદ્ધ નઠેર બેજવાબદાર નવી પેઢી, જડ હૃદયહીન અમલદાર (મૈયાદાદા' વાર્તાને કડવી તેય સાચી ફરજ બજાવતે જુવાન અફસર) વિરુદ્ધ રસમય ચૈતન્યના પ્રતીક સમા ભૈયાદાદા. પરંતુ જીવન આમ સદ્ગુણ-દુર્ગુણ, ઊજળું કાળું, જૂનું નવું એવા જડ ને ચોકકસ વિભાગમાં કાંઈ વહેંચાયેલું છે ખરું ? એ પ્રશ્ન ખુશીથી પૂછી શકાય.
ધૂમકેતુએ કુલ ૨૪ વાર્તાસંગ્રહમાં ૫૦૦ જેટલી ટૂંકી વાર્તાઓ આપી છે. પ્રારંભની વાર્તાઓમાં દેખાતાં નાવીન્ય અને રસના ચમત્કારને બાદ કરતાં પાછળની મોટા ભાગની વાર્તાઓમાં વાર્તાકાર તરીકેની પોતાની રીઢી બની ગયેલી લઢણોનું નીરસ પુનરાવર્તન ધૂમકેતુ કર્યા કરે છે. પરિણામે સમગ્ર રીતે જોતાં એમનાં પાત્ર પ્રસંગો લગભગ સમાન બીબાંઓમાં જુદાં જુદાં લેબલ નીચે ઢળાચેલાં નજરે પડશે. જે વિશેષ પાત્ર ઉપર સાહિત્યકારની સર્જકશક્તિની “સર્ચ લાઈટ ફેંકાતી હોય તે પાત્રની (આજુબાજુનાં પાત્રોથી અલગ પડતી) કોઈ વિશેષતા વાર્તામાં રચાવી જોઈએ. પાત્રની આગવી વૈયક્તિકતા (particular essence) લેખકે રચી આપવી જોઈએ. એક ફ્રેંચ કલામર્મ ટૂંકી વાર્તાનું સર્જન કરવા મથતા પાસાંને સલાહ આપતાં કહેલાં કીમતી વચને અહીં યાદ આવશે: “એક જ શબ્દથી મને સમજાવ કે અમુક ગાડીએ જોડાયેલો ઘડો બીજા પચાસ ઘેડાથી ક્યાં અને શી રીતે જુદે પડે છે ?” ધૂમકેતુ પાસે પાત્રસર્જનની આવી કળા, એકંદરે જોતાં, અલ્પ પ્રમાણમાં છે. ધૂમકેતુની પાત્રસૃષ્ટિની બહુરૂપતા વાસ્તવિકતાએ સાંકડી સીમામાં બંધાઈ ગયેલી લાગે છે.
ટૂંકી વાર્તાના આરંભબિંદુ તરીકે તેઓ ઘણી વાર પાત્રને લેતા લાગતા નથી. પરંતુ અમુક વિચારને લેતા જણાય છે. વિચારના રમકડાને પછી પાત્રના
ખામાં તેઓ ભરે છે. પરિણામે વાર્તા પૂરી થાય ત્યારે વાચકના હાથમાં શેષ રહી જાય છે વિચારનાં નિર્જીવ રમકડાં. અને પાત્રનું પાત્રત્વ પ્રતીત થવું તે કરાણે રહી જાય છે. અહીં પ્રશ્ન થાય ? પાત્રાધારે વિચાર કે વિચારાધારે પાત્ર? જવાબ સ્પષ્ટ હોવો જોઈએ. ખરેખર તો લેખકને સર્વ પ્રથમ પાત્ર સ્ફરવું જોઈએ. એ પાત્ર દ્વારા લેખક પિતાને કોઈ પ્રિય વિચાર રજૂ કર્યા વિના ન જ રહી શકે એમ હોય તો કલાત્મક રીતે ને પાત્ર પિતાનું માઉથપીસ છે એવી છાપ