________________
પ૩૪] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ચં. ૪ આવ્યાં કરે છે. જોકે, આવી અવતરણસામગ્રી સમગ્ર જીવનચરિત્ર સાથે સમરસ થઈ જતી હોય એવી છાપ પડતી નથી. હેમચંદ્રાચાર્યના જીવનકાર્ય વિશે સંશોધન માગી લેતા કેટલાક પ્રશ્નોને ધૂમકેતુએ નોંધ્યા છે. પણ એને એમ નેધીને જ છોડી દીધા છે. એ વિશે સંશોધનાત્મક અભિગમ એમણે સેવ્ય નથી.
આત્મચરિત્ર: ઈ. ૧૮૯૨થી ૧૯૨૬ સુધીના કાળની ધૂમકેતુની આત્મકથા જીવનપંથ' (૧૯૪૯) અને જીવનરંગ' (૧૯૫૬) નામે બે ભાગમાં રજૂ થઈ છે. એ કાળના જમાનાનો ધબકાર એમાં ઝિલાયો છે. ઈ. ૧૯૨૬ પછીના ગાળાને જીવનસ્વ” તથા “જીવનદર્શન” નામે બીજા બે ગ્રંથમાં આવરી લેવાને લેખકને ઇરાદે હતું, જે ફળીભૂત થઈ શક્યો નહિ. વિદ્યાથી ધૂમકેતુ તથા લેખક ધૂમકેતુની ઘડતરકથા “જીવનપંથતથા “જીવનરંગ'માં મુખ્યત્વે રજૂ થયેલી છે. આત્મકથાના આ બંને ભાગે સુવાચ્ય છે. ક્યાંક Truth is sometimes stranger than fictionને અનુભવ થાય એ પ્રકારના પ્રસંગો વાંચવા મળે છે.
- ધૂમકેતુની વાર્તાઓમાં ઊતરતા ગણાતા વર્ગના માણસોનું ચિત્રણ મહેરબાની દાખલ’ નહિ, પણ એક નૈસર્ગિક સહાનુભૂતિથી, સ્વાભાવિક રીતે, વાર્તાના મહત્ત્વનાં પાત્રો લેખે કરવામાં આવે છે. એનું કારણ સામ્યવાદ અગર ગાંધીવાદના પ્રભાવમાં શોધવાની જરૂર નથી. એવી માનવસૃષ્ટિ વચ્ચે ધૂમકેતુ ઊછર્યા છે એ પાયાનું કારણ છે. “પેલો લંગડે, ભૂતાવળની આખી સૃષ્ટિ રજૂ કરતા રાજપૂત, એની સાથે વાતમાં તાલ પુરાવતી ખાંટની વિધવા બાઈ સોમલ, પેલી તેતી ડોશી, બકાલી નરર્સ લુવાણ, સુમરા, પીંજારા, ખાંટ, કાળી, રાવળિયા, મીર, કારડિયા રજપૂત, ભરવાડ: ઍકિસમ ગોકએ પિતાની જીવનસ્મરણાંજલિમાં જે પડોશીએમાં પોતે વચ્ચે હતે એમને સંભાર્યા છે, એવા આ હંમેશનું લાવીને હંમેશ ખાઈ જનારા, નીચલામાં નીચલા થરના મારા પાડોશીઓમાંથી અનેક તે આજ દિવસ સુધી સાથે ચાલ્યા આવ્યા છે (પૃ. ૯, પ્ર. આ ). લેખકે નાનપણમાં ખૂબ રખડપટ્ટી કરી છે, એને કારણે ભાતભાતના અનુભવો મળ્યા. વીરપુરથી જેતપુર સુધી પગે ચાલીને રોજ ભણવા જાય (આવવા-જવાને સોળ માઈલ થાય). “વીરપુરથી જેતપુર સુધીના ચાર ગાઉના રસ્તાએ મને જેટલે કલ્પનારસ પાયે છે તેટલે ભાગ્યે જ બીજા કોઈ રસ્તાએ પાયે હશે. (પૃ. ૧૩૩).
વાર્તારસને પહેલે ચટકે લગાડ્યો લેખકની માતાએ. રેટિયો કાંતતાં કાંતતાં ધૂમકેતુને ઘણી વાર્તાઓ કહેલી. વીરપુરની આર્યસમાજી રિયાસત વીરપુર દરબારમાં જીવરાજ જોશી અત્યંત રસિક ઢબે વાર્તાઓનું કથન કરે. એ વાર્તા ઓએ બાળક ધૂમકેતુમાં “સુપ્ત પડેલ વાર્તારસ જગાડો.” વીરપુરમાં નિમાયેલ હેડમાસ્તર નૂરમહમ્મદ ફુમકીનાં પત્ની મરિયમ બીબી આગળ ધૂમકેતુએ સંખ્યાબંધ