________________
પ૪૮ ] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
| (ચં. ૪ ઝળકાટ છે તેટલું ચૂંટાયેલું કવિત્વ નથી. “ઊઠે’માં શંગારમિશ્રિત વીરની ન્હાનાવાલીય ચાલ તેમને ફાવી નથી. કાવ્યગત ભાવ કે ભાવનાને કવિતાની કક્ષા સુધી પહોંચાડવાની ધીરજ અને શક્તિનો અભાવ વરતાઈ આવે છે.
બીજા ખંડ પીડિતદર્શનનાં સોળ કાવ્યોની ભૂમિકા સૂચિત ગીત “કવિ, તને કેમ ગમે ?”માં જોઈ શકાય છેઃ “અહોરાત કરોડ ગરીબોના પ્રાણ ધનિકને હાથ રમે- ત્યારે હાય રે હાય, કવિ ! તને પૃથ્વી ને પાણી તણાં શેણે ગીત ગમે !” આ જીવનદષ્ટિ તેમને કોદાળીવાળો', “કેદીનું કલ્પાંત', બીડીઓ વાળનારીનું ગીત', “દૂધવાળો આવે”, “હાલરડું' વગેરે ગરીબેનાં ગીતે લખવા પ્રેરે છે. ગરીબેનાં લહિયાળ આંસુમાં કલમ બાળીને લખાયેલાં આવાં ગીતે કવિતાની શાહીથી વંચિત રહી ગયાં છે. યુગધર્મની સાથે કવિકર્મ મેળ મેળવવાને પડકાર તે સફળતાપૂર્વક ઝીલી શક્યા નથી. આ પ્રચારપ્રધાન કાવ્યોમાંથી ઘણ રે બોલે ને—” તેમાંનાં તળપદાં પ્રતીકને કારણે અને સૂચિત દીઠી સાંતાલની નારી આછી સરલ રેખાઓને કારણે જુદાં તરી આવે છે. 'કાલ જાગે'માં આખા ગીતમાં પથરાયેલાં “આનાં આવર્તન ભાવને બુલંદ બનાવે છે.
ત્રીજા ખંડ “કથાગીતામાં એક કથાકાવ્ય અને બાકીના સાત કથાગીતે છે. ધરતી માગે છે ભેગ” સિવાયનાં બધાં જ કાવ્ય રૂપાંતરિત કે સૂચિત છે. સૌથી વિશેષ પ્રસિદ્ધિ પામેલું કોઈને લાડકવાયો' મિસિસ લાસ્ટના “સમબડી'ઝ ડાર્લિંગ' પરથી આપણને લેશમાત્ર પરાયું ન લાગે તેવી કલાથી રચાયેલું ઉત્તમ કથાગીત છે. મરાઠી સાખીના લલિત-ગભીર લયમાં કડીએ કડીએ ચિત્ર ઊપસતાં આવે છે. આછાપાતળા કથાતંતુમાં પરોવાયેલાં ચિત્રોની ટોટલ ઈફેકટ’માંથી કરુણ નિષ્પન્ન થાય છે. વસ્તુસંકલનની આ કલાસૂઝ પ્રશસ્ય છે. સૂના સમદરની પાળે” પણ કલાસૂઝ દર્શાવતું કથાગીત છે. તેની ખૂબીઓની નોંધ ચંદ્રકાન્ત ટોપીવાળાએ લેકરંગને કવિ'માં લીધી છે.૧૧ “અભિસાર રવીન્દ્રપ્રેરિત છે. રવીન્દ્રનાથની પ્રતિભાને સ્પર્શ પામેલી સામગ્રી ઉપલબ્ધ હોવા છતાં અને ગુજરાતી ખંડકાવ્યની કાન્ત-દીધી પરંપરા હોવા છતાં તેમાંથી સુવડખંડકાવ્ય કંડારાયું નથી. રૂપમેળ વૃત્તોનાં બંધ અને પસંદગી બને નિર્બળ છે. સેનાનાવડી” પણ રવીન્દ્રનાથના “સોનાર તરી’ના આધારે રચાયેલું રૂપકગર્ભ કથાગીત છે. બંગાળી ભાષામાં લિંગભેદ ન હોવાથી રૂપાંતરમાં મૂળમાંના નાયકને સ્થાને નાયિકા ક૯પવામાં આવી છે. જાણકારી પછી પણ નારી પાત્ર જ યોગ્ય લાગવાથી પિતાને આલેખનને જ વળગી રહ્યા છે. વીર બંદે કરુણ નહિ, કરુણાભાસી બને છે.