________________
૪૮૪]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[ 2*. ૪
કાંઈ પણ મળવાનું ન હેાય અને તમે મરી શકે! તા જ તમે પ્રેમી ! બાકી તા સૌંદર્યની ગુજરીમાં ઊભેલા સાદાગર ! તમને કોઈ સગવડ આપે એટલે તમે સામી સગવડ આપે।; તમને કાઈ આનંદ આપે એટલે તમે સામેા આનદ આપે; અને કદાચ કાઈ તમને પેાતાના જાન આપે તા તમે સામે જાન આપે. પણ એ બધામાં તમને પ્રથમ કાંઈ મળવુ જોઈએ જ ! નહિ ?' (‘કોકિલા', ૧૯૬૯, પૃ. ૨૨૦–૨૨૧.) સમગ્ર નવલકથામાં પ્રેમની ઉચ્ચતાના અંશા કલાત્મક રીતે પ્રગટ થયા છે.
સમકાલીન સમાજચત્રા : રમણલાલની નવલકથાએ તત્કાલીન સમાજમાં અતિ લાકપ્રિય થવાનું એક કારણ એ છે કે તેમણે સમકાલીન સમાજની એષણાઆકાંક્ષાઓનાં ચિત્રા તેમાં આલેખ્યાં છે. રમણલાલ ગાંધીજીના પ્રત્યક્ષ સ ંપર્કમાં આવેલા નિહ. પણ ગાંધીજીએ દેશને બેઠા કરવા માટે જે પરમ પુરુષાર્થ કર્યો અને સ્વતંત્રતા માટે સત્યાગ્રહનુ... આંદાલન ચલાવ્યું. તેનાથી તે, ખીન્દ્ર અનેક કવિએ-લેખકાની જેમ રામાંચિત થયા હતા. મુલકી ખાતામાં રમણલાલની સરકારી નેાકરી હતી. એ સરકારી નાકરી કરતાં કરતાં પણ તેમણે ગુજરાતની નવજાગૃતિનાં સ્પર્ધાના ઝીલ્યાં અને એમની નવલકથાઓમાં તે પ્રગટ કર્યાં.... ‘શિરીષ’ની ખીજી આવૃત્તિની પ્રસ્તાવનામાં તેમણે નાંધેલું : ‘ગુજરાતને માટે મને પક્ષપાત છે. અને તેને લીધે મને દેખાતા તેના સૌંદઅંશે। આલેખવાનું મને ધણું ગમે છે. એ વૃત્તિના એક પરિણામ રૂપ મારી નવલકથાએ છે.' ‘દિવ્યચક્ષુ'ની પ્રથમ આવૃત્તિમાં પણ તેમણે એ જ વાત નોંધતાં લખ્યું છે : ‘અલબત્ત, ગુજરાતી જીવન મને ધણું ગમે છે, તેમાં થતા ફેરફારાનું અવલેાકન કરવામાં મને આનંદ થાય છે. અને તેનાં જૂનાંનવાં રસસ્થાને ને સ્પર્શ કરવા મને આટ્લાદક થઈ પડે છે. ગૂર જીવનમાં રસ લેવાના મારા આછાપાતળા પ્રયત્નામાંથી મારી વાર્તાઓના જન્મ છે.' રમણુલાલને ‘યુગમૂર્તિ વાર્તાકાર'નું બિરુદ આ કારણે જ મળ્યું છે. એમની ઘણી બધી, ખાસ કરીને ચેાથા દસકાની નવલકથાએમાં તેમણે ઉત્સાહપૂર્વક ગુજરાતના હેલે ચડેલા જીવનનાં, ગુજરાતી પ્રજાના શૂર જીવનનાં મનેાહર ચિત્રો આલેખ્યાં છે. તેમાંય ‘દિવ્યચક્ષુ’ એમની યુગભક્તિને વિશેષપણે રજૂ કરતી સમ નવલકથા છે.
દિવ્યચક્ષુ : ૧૯૩૧ની સાલમાં એ પ્રથમ વાર પ્રગટ થઈ ત્યારે ગાંધીજીની સત્યાગ્રહની લડતની આબાહવા ચારેકાર હતી. ગુજરાતના પ્રજાજીવનમાં ગાંધીજીની પ્રેરણાથી નવચેતનાનેા સંચાર થઈ રહ્યો હતા. રમણુલાલ તેના પ્રત્યક્ષ સાક્ષી હતા. તેમણે ‘વ્યિચક્ષુ'માં એ યુગની હેલે ચડેલી યુવાનીનું અને ભાવનાની