________________
૪૩૦ ]. - ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ચં. ૪ નબળાઈઓ અને દંભને હાસ્ય-કટાક્ષનાં વિષય બનાવી પ્રચ્છન્ન સુધારવૃત્તિયે દાખવતા હોય છે.
સ્વૈરવિહારી'ની આ સુધારકવૃત્તિ તંત્રની જડતા, તંત્રવાહકોની દેગાઈ, દંભ અને અભદ્રતા સામેની પ્રવૃત્તિ-કટાક્ષવૃત્તિમાંથાયે સૂચિત થાય છે. મનુષ્યને ભ્રષ્ટ કરનારાં ભય-લાલચનાં આસુરી તો સામેનો રામનારાયણને મોર બળવાન જણાય છે. અનિષ્ટ-અન્યાય સામેની અહિંસક યુયુત્સાનું તેજ અહીં કટાક્ષશીલામાં પ્રગટ થાય છે. તેમને “વૈરવિહાર' શબ્દ જે રમતિયાળ અને પ્રસન્ન દેખાય છે તે પ્રસંગોપાત્ત તીખાશ ને તીણતા ધારણ કરતો તણખાયે દેખાય છે.
તેમની “સ્વૈરવિહારની સૃષ્ટિમાં રોષ, કરુણા, ઉપહાસ, કટાક્ષ, વિડંબના, વિદના, પ્રસન્નતા આદિ વિવિધ ભાવરૂપને યથાર્થ પરિચય તે થાય છે તે સાથે આ સૃષ્ટિમાં જ રહેલા “સ્વૈરવિહારી'ની સ્પષ્ટવકતૃતા, નિર્ભીકતા, મનુષ્ય પ્રત્યેની કરુણા, સત્યપ્રિયતા, કલારસિકતા, તત્ત્વનિષ્ઠા ને વિદ્યાપ્રીતિ વગેરેથી સમૃદ્ધ એવી વ્યક્તિતાનેયે પરિચય થાય છે. આ સ્વૈરવિહારી આમ તો સવિશેષ ફરતું જેનારા છતાં ભીતરમાં વળીવળીને ડોકિયું કરી લેનારાયે છે. એમની આત્મનિરીક્ષણવૃત્તિ, આત્મચિકિત્સાવૃત્તિ, આત્મવિશ્લેષણ અને આત્મવિશોધકવૃત્તિ બળવાન છે અને એમનાં કટાક્ષપ્રધાન-વ્યંગપ્રધાન લખાણમાં સમધારણુતા – સમતલતા જાળવવામાં એ ઉપકારક પણ થાય છે.
આ “સ્વૈરવિહારનાં લખાણો વિજયરાય વૈદ્યને શબ્દ વાપરીને કહીએ તે નિબંધિકારના રૂપમાં છે. સુન્દરમ તેમને નિબંધસ્વરૂપનાં લેખી ગુજરાતી નિબંધવિકાસમાં તેને એક મહત્ત્વના નવા પ્રારંભ તરીકે વર્ણવે છે.૮૮ આ “વૈરવિહારનાં લખાણો રૂઢ અર્થમાં કોઈને નિબંધ ન લાગે તે આશ્ચર્ય થવું ન જોઈએ; ને છતાંયે કામચલાઉ ધોરણે તેને નિબંધના વર્ગમાં જ સમાવેશ કરવાનું થાય.
આમ તે “સ્વૈરવિહાર'માં જ “મનોવિહાર' અનુસૂત હોવાનું જોઈ શકાય. હાસ્યમાં અશ્રુની ચમક અને અશ્રુમાં હાસ્યની – એ તે રામનારાયણની એક વિશેષતા છે. રામનારાયણ “મને વિહાર’ ૨૮ ગંભીર નિબંધને સંગ્રહ છે. તેમાં વ્યાખ્યાન, પત્ર, વિચારયંક્રમણ, સંસ્મરણ આદિ વિવિધ લેખ પ્રકારોને સમાવેશ થયો છે. તેમાં “પ્રેમ”, “મૃત્યુ વિષે કંઈક' જેવા તત્ત્વચિંતનના લેખે છે તો ઇન્દુલાલ, ગિજુભાઈ, આનંદશંકર, ન્હાનાલાલ, મહાદેવભાઈ, મેઘાણીભાઈ,