________________
૧૨૨] . ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ ચં. ૪ રીતિને અને ત્રીજે લેકવાણીની સરળ રીતિને છે.૩૫ પહેલી શૈલીને ઝડપથી ત્યાગ કરી તેઓ સાક્ષરી શિલી સાધવા ઘણું મથ્યા છે, પરિણામે અતિ સંસ્કૃતમયતાને ભારથી તેમની કવિતા દબાઈ ગઈ છે, મંદ પણ બની છે. ત્રીજા તબક્કાની કાવ્યશૈલી “રાસતરંગિણીનાં કાવ્યમાં જોવા મળે છે. લેકવાણુની હળવાશવાળી એ કાવ્યશૈલી વધારે અર્થસાધક બની પ્રશસ્ય સફળતા પ્રાપ્ત કરે છે. તળપદા પ્રદેશ, પ્રકૃતિ, ગૃહજીવન અને આર્યસંસારના આ “સૌન્દર્યદર્શી કવિ” ગુજરાતી કવિતાક્ષેત્રે તેમને મધ્યમ કક્ષાના કવિત્વથી પણ પિતાના નાનકડા પણ આગવા ક્ષેત્રના અનન્ય કવિ છે.
રામમહનરાય જસવંતરાય (૧૮૭૩-૧૯૫૦/૫૧)ને વીસ કાવ્યોને સંગ્રહ ‘તરંગાવલી' (૧૯૧૮) નાનકડો છતાં કવિનાં ભાષાશક્તિ, સંસ્કૃત છંદપ્રભુત્વ અને નિરૂપણની સૂઝને કારણે કંઈક આસ્વાદ્ય બને છે. માતા, બહેન અને પત્ની વિશેનાં કાવ્યો સારાં છે. વર્ણનમાં તેમની ભાષાશક્તિ સારી રીતે ખીલે છે.
હદયતરંગ'(૧૯૨૦)માં તેના લેખક ડાહ્યાભાઈ લક્ષ્મણભાઈ પટેલે (૧૮૭૪–૧૯૨૬) કેટલાંક રસહીન પ્રણયકાવ્યો આપ્યાં છે. રમણલાલ રણછોડલાલ ગોળવાળાને સંગ્રહ “રમણકાવ્ય' (૧૯૨૦) લેખકના અવસાન પછી પ્રગટ થયેલે પદોને સંગ્રહ છે. તેમાં સદ્દગતના પિતાએ નરસિંહરાવની શૈલીમાં લખેલું વિરહગાર' કાવ્યસંગ્રહનાં કાવ્ય કરતાં વધુ સારી કૃતિ બની છે. પુરુષોત્તમ જોગીભાઈ ભટ્ટ(૧૮૭૭)ના “કાવ્યગંગઃ વિદ્યાથી વિલાસ' (૧૯૨૫)માં દલપતરામ અને પછીના અનેક કવિઓની શૈલીનું અનુકરણ છે.
અમૃતલાલ નાનકેશ્વર ભટ્ટ (૧૮૭૮) “પુલોમાં અને બીજાં કાવ્યો (૧૯૨૮) આપે છે. સંસ્કૃત રીતિની પ્રૌઢિથી ટૂંકા માત્રામેળ છંદે તેમણે વાપર્યા છે. સંગ્રહમાં પુલમાં એવું પૌરાણિક કથાપ્રસંગ નિરૂપતું કાવ્ય છે તે સાથે ગીતો અને ઊર્મિકાવ્યો પણ છે. સાદી સરળ અભિવ્યક્તિ તેમની વિશેષતા ગણી શકાય. “સીતા' (૧૯૨૮) રસહીન રીતે રામથી ત્યક્ત સીતાનાં ભૂતકાળનાં સંસ્મરણને આલેખતું કાવ્ય છે.
સ્તવનમંજરી' (૧૯૨૩)માં, સરળ શિષ્ટ ભાષામાં લખાયેલી હોવા છતાં રસાવહ ન બનતી રચનાઓ આપનાર સો. દીપકબા દેસાઈ(૧૮૮૧-૧૮૬૬)નું નોંધપાત્ર અર્પણ “ખંડકાવ્યો' (૧૯૨૬) છે. ઈતિહાસપુરાણમાંથી પ્રસંગે લઈ રચેલાં આ ખંડકાવ્ય રસાત્મક બન્યાં નથી. કાલે બેધપ્રધાન અને વર્ણનમય