________________
૨૫૬].
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ પેરા બુકમાં લેખકેનાં નામ પણ ન મૂકતા. વળી કેટલીક કૃતિઓ જુદાજુદા લેખકોને હાથે મઠારાતી તેમાં નવાં દ ઉમેરાતાં, ને પરિણામે મૂળ લેખકની મૂળ કૃતિઓ ઘણું બદલાઈ જતી હતી. આ સંજોગોમાં આપણું પાસે જે પાયાનું સાહિત્ય છે તે અહીં રજૂ કરવામાં આવ્યું છે. પરંતુ તેમાં વિસ્તારથી સંશોધન કરી તારીખે અને તવારીખ બંનેને દઢપણે આમેજ કરવું જરૂરી છે. આ ઉપરાંત પારસી, હિંદી તથા ઉર્દૂ નાટકમંડળીઓના અનુવાદ અને તેમના લેખકને ઉલ્લેખ અહીં કરાયું નથી.
વ્યવસાયી નાટ્યકારેનાં ત્રીસેક જેટલાં જ નાટકે છપાયાં છે. કેટલાકની હસ્તપ્રતો મળી શકે તેમ છે. કેટલીક એ પેરા બુકે પરથી પણ કેટલુંક અંતિહાસિક તારણ કરી શકાય તેમ છે. આ લેખમાં બતાવેલા નાટયકારોનાં તથા તેમની કૃતિઓનાં નામો હસ્તપ્રત તથા “પેરા બુક'માંથી મેળવેલાં છે. રાજકેટમાં જગુભાઈ પાનવાળા, મુંબઈમાં ગુજરાતી નાટયમંડળ' તથા પ્રબોધ જોશી પાસેથી ઘણી માહિતી પ્રાપ્ત થશે.