________________
૩૧૬] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
[ચ. ૪ છે. “દેશદર્શન એ મારે મન દેવદર્શનનો જ ભાગ છે એવું આત્મનિવેદન કાકાસાહેબે રજૂ કર્યું છે. આવી રાષ્ટ્રભક્તિ જ આપણા દેશના ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાને આત્મસાત કરવા પ્રેરે છે. તેમની જિજ્ઞાસા અને સૌંદર્યવૃત્તિ પહેલેથી સતેજ હતી. અને રાષ્ટ્રીય સેવાની જુદી જુદી પ્રવૃત્તિઓ નિમિત્તે દેશના ખૂણેખૂણામાં પ્રવાસ કરવાની તક મળી ત્યારે તીર્થધામો કે બીજું એતિહાસિક ધામે તેમણે નિકટતાથી નિહાળી લીધાં હતાં. એક રીતે આ પ્રવાસ તેમની ભારતીય આત્માની શોધ જેવા બની રહ્યા છે. આ બધાં પ્રવાસજન્ય લખાણોમાં તેમના લલિત નિબંધોની રમણીય શૈલીનું જ અનુસંધાન જોવા મળશે. એમાં ધર્મ સંસ્કૃતિ આદિ વિષયોને લગતી કેટલીક ચર્ચાઓ છે, ઐતિહાસિક અને ભૌગોલિક વિગતેના સંદર્ભો છે, પણ તેથી એ શેલીની રમણીયતા ખાસ લુપ્ત થઈ નથી. પ્રકૃતિના નિબંધોમાં તેમના સંસ્કારસમૃદ્ધ વ્યક્તિત્વના જે ઉન્મ જોવા મળ્યા હતા તેનો જ કંઈ વિલક્ષણ આવિર્ભાવ અહીં જોઈ શકાશે.
આ ગ્રંથમાં આપણે દેશનાં તીર્થસ્થાને વિશેના નિબંધે મહત્ત્વનું સ્થાન લે છે. જુદાજુદા ધર્મો અને સંપ્રદાય દ્વારા બંધાયેલાં મંદિરે, તેની આગવી સ્થાપત્યશિલ્પની કળા, તેનાં વિશિષ્ટ શૈલીનાં મૂર્તિવિધાને જેવી બાબતોમાં કાકાસાહેબને જીવંત રસ રહ્યો છે. એટલે આ પ્રવાસોમાં તેઓ આ તીર્થધામોને વિવિધ રીતે પરિચય મેળવી લે એ સ્વાભાવિક છે. આ ગ્રંથમાં, આ રીતે, તેમણે અનેક સ્થળવિશેષોને રસભીની શૈલીમાં પરિચય આપે છે. દક્ષિણ ભારતને છેડે આવેલું કન્યાકુમારીનું મંદિર, બેલૂડનું રામકૃષ્ણ પરમહંસનું મંદિર, નર્મદા તીરે આવેલું યોગિની મંદિર, મહાવીરની કેવલ્યભૂમિ અપાપાપુરી, બુદ્ધગયા, નાંદેડને ગુરુ ગોવિંદસિંહને ગુરુદ્વારા, મૈસૂરની વિશાળકાય બાહુબલીની મૂર્તિ, નિર્વાણધામ કુશીનારા, દેલવાડાનાં જૈન મંદિર, ધૃણેશ્વર –એમ અનેક તીર્થોને અહીં પરિચય પ્રાપ્ત થાય છે. કેટલાંક સ્થાનેનાં વર્ણનમાં તેની સાથે સંકળાયેલી પુરાણકથા કે દંતકથાને ટૂંકા ઉલ્લેખ રજૂ કરે છે. એમાં પતીકી દૃષ્ટિએ અર્થ. ઘટન કરવાની વૃત્તિ પણ કામ કરે છે. તે, અનેક પ્રસંગે મંદિરનાં સ્થાપત્યશિ૯૫ આદિને સૌંદર્યદષ્ટિએ વિચાર કર્યો છે. આ બધા નિબંધમાંથી ભારતીય સમાજ અને સંસ્કૃતિની એક વિશિષ્ટ ભાતીગળ મુદ્રા ઉપસી આવી છે. ધાર્મિક સ્થાનમાં પણ અંધશ્રદ્ધા ભ્રષ્ટાચાર જેવી બદીઓ જોઈ તેમનું હૈયું ખિન્ન બની જાય છે, અને હિંદુ ધર્મ અને સંસ્કૃતિને મોટો રોગ લાગ્યો છે તે વાતને સ્વીકાર કરે છે, તે છતાં મંદિરોની સંસ્કૃતિ પર એકંદરે તેમને ભક્તિભાવ