________________
પ્ર. ૮] કિશોરલાલ મશરૂવાળા
[૩૪૯ લાગે તેવા છે. ગાંધીજીના વિચારોથી આ તદ્દન જુદી છે એ પણ તેમણે કબૂલ કર્યું છે. તેમણે લખ્યું છે, “સ્ત્રીઓ સાથે એક જ આસન ઉપર જોડાજોડ બેસવું પડે તે માટે આધુનિક જીવનમાં નભાવી લેવું પડે છે, પણ મને તે મુદ્દલ ગમતું નથી. મારા ભાઈઓની તરણ દીકરીઓને હું આશીર્વાદને મિષે પણ જાણીને અંગસ્પર્શ કરતું નથી કે થવા દેતા નથી.... આવું વર્તન આજના જમાનામાં અતિમરજાદી લેખાય છે તે હું જાણું છું.૨૩ સંપ્રદાયની કેટલી ચુસ્ત અસર. કિશોરલાલના મન ઉપર ઊંડી રહી ગઈ છે તેનું આમાં પ્રતિબિંબ છે. આ. પુસ્તકમાં લગ્નમીમાંસા' વિશેની વિચારણામાં પણ મૂલ્યવાન સામગ્રી મળે છે.
તેમણે જેઠાલાલ ગાંધીની મદદથી “નામાનાં તરવો' (૧૯૩૮) નામનું પુસ્તક લખ્યું છે. અંગ્રેજી અને દેશી નામાની પદ્ધતિના સિદ્ધાંતો વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરી તેને સમન્વય કરવા પ્રયત્ન તેમાં કર્યો છે. આ પ્રકારનું બીજુ પુસ્તક ભાગ્યે જ ગુજરાતીમાં લખાયું હશે. નામાના પાયાના સિદ્ધાંત પર આ પુસ્તક પ્રકાશ પાડે છે.
કિાગડાની નજરે' (૧૯૪૭) એ એમનાં પુસ્તકોમાં અને લેખનશૈલીમાં નવી વિલક્ષણ ભાત પાડતું પુસ્તક છે. તેમણે ગાંધીવાદીઓ ઉપર કટાક્ષમય લેખે મૂળ. હિંદીમાં લખેલા હતા. લેખક તરીકે “આશ્રમને ઉલ્લુ એવું તખલુસ વાપર્યું હતું. ગાંધીવાદી કહેવાતા વિચારહીન આચારવિચાર તરફ તેમાં સારી રીતે હાસ્ય-- કટાક્ષે છે. કિશોરલાલે તેની ભૂમિકામાં અર્થસૂચક લખ્યું છે કે, હું આ ઉત્સુના, વિચાર સાથે સંમત પણ થતું નથી, અને અસંમત પણ થતું નથી.” કિશોર લાલની સાહિત્યરસિકતા ચિંતનના પ્રધાન સૂર નીચે ન દબાઈ ગઈ હતી તે તે. કેવી વૈવિધ્યભરી હોત તેને ખ્યાલ આ પુસ્તક આપે છે.
“સંસાર અને ધમ (૧૯૪૮) નામના લેખસંગ્રહના પુસ્તકમાં કિશોરલાલની કાન્તિકારી વિચારણું પ્રકટ થાય છે અને પ્રચલિત વિચારમાં રહેલા દેશને સચોટ રીતે ખુલ્લા પાડે છે. તેમની ધર્મ વિશેની વિવેકપૂત દૃષ્ટિ આપણા સંસારવ્યવહાર ઉપર છવાયેલી બેટી સમજ કે પૂર્વગ્રહના ધુમ્મસને દૂર કરે છે. કમજોર સાત્વિકતા', “શ્રદ્ધાળુ નાસ્તિકતા વગેરે લેખ આ દષ્ટિએ ખૂબ મૂલ્યવાન છે. તેની “વિચારકણિકા” નામની પ્રસ્તાવનામાં પંડિત સુખલાલજીએ. યથાર્થ મૂલ્યાંકન કરતાં કહ્યું છે: “મેં પ્રસ્તુત લેખેને (“સંસાર અને ધર્મના) એકથી વધારે વાર એકાગ્રતાથી સાંભળ્યા છે ને થોડાઘણું અન્ય સુપ્રસિદ્ધ ભારતીય તત્વચિંતકનાં લખાણે પણ સાંભળ્યાં છે. હું જ્યારે તટસ્થ ભાવે આવાં