________________
:૩૬૪ ] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ
(ચં. ૪ તે સ્વામી ભારતભરમાં ઘૂમી વળ્યા હતા. આતંકવાદીઓના સંસર્ગમાં પણ આવેલા. લેકમાન્ય ટિળક પણ હૃદયમાં પ્રતિષ્ઠિત થઈ ચૂકેલા. ટિળકના દેહવિલય પછી સ્વામી આનંદની દૃષ્ટિ ગાંધીજી તરફ વળી. તુરત તે નહિ, પરંતુ થોડાક સમય બાદ ગાંધીજીના વ્યક્તિત્વથી તેઓ પ્રભાવિત થયા અને શ્રદ્ધા બેઠી તે દિવસથી ગાંધીજી તેમના જીવનગુરુ બન્યા. ગાંધીજીને વિરલ સહવાસ પ્રાપ્ત થતાં જીવન ઉપર સાધુત્વને રંગ વિશેષ પાકે થયો. જીવનની એક નિશ્ચિત દિશા સાંપડી અને પિતાના અંતઃસવને વિકસાવવાનો સંપૂર્ણ અવકાશ મળે. ગાંધીજીને રચનાત્મક કાર્યક્રમ તેમને આકર્ષી શક્યો. તે તેમણે અપનાવ્યો. થાણાના ગાંધી આશ્રમમાં આઠ વર્ષ સુધી રહી તેનું સંચાલન કર્યું. ગ્રામોદ્યોગ સંઘ તેમ જ ગેસેવા સંઘની પ્રવૃત્તિઓમાં પણ હદયથી જાતને ઓતપ્રોત કરી. જમનાલાલ બજાજ જોડે મંત્રી તરીકેની કામગીરી પણ વર્ષો સુધી બજાવેલી. કેંગ્રેસ કારોબારી તેમ જ કોંગ્રેસ મહાસમિતિમાં થતી મહત્વની ચર્ચાની નોંધ પણ તુરત ત્યાં ને ત્યાં લેવાની ટેવ પાડેલી. રોલેટ ઍકટ સત્યાગ્રહ (૧૯૧૯) વેળા ‘હિંદ સ્વરાજ'ની નકલ છાપવા તથા ફેલાવવાનું ગેરકાયદેસર લેખાતું કામ પણ સ્વામી આનંદે હિંમતથી કર્યું. ગાંધીજીના ‘નવજીવન’ અને “યંગ ઇન્ડિયા'ના સંપાદન-પ્રકાશનની તમામ કામગીરી તેમણે સ્વધર્મપાલનની જેમ ઉદાહરણીય ચોકસાઈ ને ચીવટથી બજાવી. ગાંધીજીની સત્યાગ્રહની લડતમાં ભાગ લઈ તેમણે જેલવાસ પણ ભોગવ્યો.
સતસંગ, ગાંધીજીની ને રાષ્ટ્રની સેવા, સતત પ્રવાસ અને ઘણુંખર હિમાલયા (કૌસાની)માં નિવાસ, પ્રકાર-પ્રકારના ગ્રંથે વાંચી તેમાંથી જીવનનાં શાશ્વત મૂલ્યોને પિષક એટલા અંશને આત્મસાત કરે તથા પિતાની વિશિષ્ટ જીવનરીતિ ને સર્જન દ્વારા વર્તમાનને અધિકાધિક સમૃદ્ધ અને ચારિત્ર્યને વધારે ને વધારે ઉજજવળ તેમ જ શીલવંતુ કરવાનો પ્રયાસ એટલામાં જીવનનિષ્ઠ સ્વામી આનંદની જીવનલીલાને સાર આવી જાય.
સ્વામી આનંદે લખ્યું હતું તે ઘણું પરંતુ તેને ગ્રંથસ્થ કરવાની બાબતમાં તેઓ ઘણું ઉદાસીન. આખરે જિંદગીના પાંચેક વર્ષના આખરી સ્તબકમાં પિતાના લખાણને ગ્રંથસ્થ થવા દેવા તેઓ સંમત થયા ત્યારે પિતાના સર્જન સંબંધમાં તેમનું વલણ કેવું હતું ? તેઓ લખે છેઃ “સામાન્ય માણસનેય મનનું ગાણું ગાવાનું મન થાય છે. આવી નીપજ તે મારાં લખાણે. એમાં સાહિત્ય, શિક્ષણ કે એવી બીજી ભદ્ર ભૂલવણુઓને સારુ ભાગ્યે જ મેં કદી કશ અવકાશ માન્ય છે. ક્યાંયે હું લખું છું તો તે વાચકના રંજન કે સ્વાદ અર્થે નથી લખતા. અધી સદી કે વધુ કાળ જાતિ અનુભવ પછી થયેલા દર્શન કે અવલોકનને