________________
પ્ર. ૩ ]
ખબરદાર અને અન્ય કવિઓ
[ ૧૪૧.
ઢાલિયા' જેવાં રૂપકામાં પ્રભુને વિનવણી કરેલી છે. કવિના ભક્તહૃદયમાંથી સરસ હલવાળાં, લેાકવાણીની મધુરતાવાળાં અને વિશદ નિરૂપણરીતિવાળાં ભજને સ્રવ્યાં છે. એમણે કેટલીક ગઝલા પણ લખી છે અને કચ્છી ભાષામાં પણ ઘેાડીક રચના કરી છે. દલપતશૈલીની એમની રચનાએ અર્થની ચમત્કૃત્તિવાળા છે.
સત્યેન્દ્ર ભીમરાવ દિવેટિયા (૧૮૭૫-૧૯૨૫) પિતા ભીમરાવ દિવેટિયાનાં ‘પૃથુરાજરાસા’, ‘દેવળદેવી' (નાટક) તથા ‘કુસુમાંજલિ'નાં સંપાદન કરવા ઉપરાંત એમણે ઊર્મિમાળા'(૧૯૧૨)માં પેાતાનાં ચાળીસેક કાવ્યે પણુ પ્રગટ કર્યા છે. એમની રચના પર નરસિંહરાવની છાયા સ્પષ્ટ રીતે વરતાય છે. એમણે લેડી ઑફ ધ લેઇક'ના એક સનું ‘સરેાવરની સુંદરી' નામે ભાષાંતર પણ આપ્યુ. છે. ‘આત્મસંયમનું રાજ્ય' એ નામની એમની અન્ય રચના પણ મળે છે. મગનભાઈ ચતુરભાઈ પટેલ (૧૮૭૬-૧૯૩૦) : નડિયાદના વતની આ કવિએ દેશમાં ફરી વળેલા સ્વદેશીના મેાન્ત સમયે આગેવાનીભર્યાં ભાગ લીધે હતા. લેાકલાગણી જાગ્રત કરવા અને કેળવવા માટે કાવ્યા લખ્યાં હતાં, એમાંથી એક દિન એવે। આવશે જ્યારે અમીઝરણેા ઝરતાં પૃથ્વીનેય પાળશે ' એ' કાવ્ય ખૂબ પ્રસિદ્ધિ પામ્યું હતું. એમના કાવ્યસંગ્રહ ‘કુસુમાંજલિ'(૧૯૦૯, ૧૯૨૭)ની પ્રસ્તાવનામાં એમણે એ સમયના ગુજરાતના સાક્ષરમંડળ પ્રત્યે પેાતાની નારાજી વ્યક્ત કરી છે. સંગ્રહનું પ્રથમ કાવ્ય ‘સાત્ત્વિક વિરાગ' ‘સુખ સર્વાં ગયું./ તવ મુખદર્શન દૂર થયું. / વિધ વિધ ર ંગે નાચે ખલક આ/પણુ મમ જગ શમશાન થયું. એ પિતાને અંજલિ અર્પતું કાવ્ય તેાંધપાત્ર છે. મહારાણા પ્રતાપના જીવનને ત્રણ સ ૩૬૨ કડીમાં અનુષ્ટુપમાં વર્ણવતુ ‘ક્ષત્રપાળ’ કાવ્ય કવિના છંદપ્રભુત્વને સારા નમૂના છે. ખીજાં ખે લાંબાં અને ‘વિલાસતરંગ' પણ વિવિધ છંદોમાં પ્રેમભાવને ઉઠાવ આપવાના પ્રયત્ન કરે છે, પણ એમાં સ્થૂળતા વિશેષ છે ખાસ તા ખીન્ત કાવ્યમાં, ચંદા’ અને પાટણનું સહસ્રલિંગ તળાવ' જેવાં નરસિંહરાવના કાવ્યવિષયે પરનાં એમનાં કાવ્યેામાં એમને ઝાઝી સફળતા મળી નથી. એના કરતાં પાવાગઢને ચઢાવે’ અને પાવાગઢની ખીણમાં' એ અનુક્રમે રાળા અને સારઠામાં લખાયેલાં કાવ્યેામાં કવિની સવેદનશીલતાની ઝાંખી થાય છે. કવિએ ગિરીદ્રને’, ‘દુ:ખી પખિરાજ', 'સરિતા' જેવા અનેક વિષયા પર કૃતિઓ આપી છે, પણ એમાંથી કંઈક ને કંઈક ધ્વનિ કાઢવાના પ્રયત્ન કર્યા છે એથી રચનાઓ કથળી છે. એમનાં ગીતા એકંદરે ઠીક કહી શકાય એવાં છે પણ એમાં કવિન જોવાના વધુ પડતા ઉત્સાહ દાખવે છે. સંગ્રહને અંતે ‘મા દેશી ટીકા' કવિએ આપી છે. આ ઉપરાંત ‘કાવ્યાર્થ પ્રદીપ' (૧૯૧૦) પણુ ‘સુદર્શન'માં પ્રગટ થયેલ.
ખંડકાવ્યા’–‘વસંતસેના’
-