________________
૨૪૨]
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
[ચં. ૪
સમજાઈ જશે. નાટયસાહિત્યના સ્વરૂપનું અને ભાષા-સંવાદ-લેખનતત્વનું પણ– ખેદાનમેદાન કરી નાખે તેવું લખનારા વ્યવસાયી આવક થતાં મળી આવ્યા જેમને કવિ'નાં ટાઈટલ અપાયાં.
વ્યવસાયી રંગભૂમિના નાટયકારની પ્રથમ શ્રેણીમાંના રણછોડભાઈ ઉદયરામ, નર્મદાશંકર, દલપતરામ, નવલરામ, ‘કાન્ત’, મણિલાલ અને રમણભાઈ નીલકંઠ વિશે ત્રીજા ગ્રંથમાં લખાઈ ગયું છે. રણછોડભાઈની શ્રેણીમાં દયાશંકર વસનજીનાં લક્ષાધિપતિ રમણા” અને “પુષ્પસેન પુષ્પાવતી નાટક, ૧૯૨૨થી ૧૯૩૮ વચ્ચે, બાપુલાલભાઈ મુંબઈ ગુજરાતી નાટક મંડળીના માલિક હતા ત્યારે, ભજવાયેલાં. નગીનદાસ મારફતિયા(૧૮૪૦-૧૯૦૧)નું સામાજિક વસ્તુવિધાનવાળું, દલપતરામની બેલચાલની શૈલીની પ્રણાલી જાળવતું આપણું પ્રથમ નાટક “ગુલાબ (૧૮૬૨) પ્રવર્તમાન નાટ્યસ્વરૂપને આકાર આપવા સહાયક બન્યું હતું.
કેખુશરે કાબરાજી(૧૮૪૨–૧૮૦૪)એ ગુજરાતી ભાષાની રંગભૂમિને સમૃદ્ધ કરવામાં શક્ય તેટલો ફાળો આપ્યા હતા અને ૧૯ભી સદીના ઉત્તરાર્ધમાં મુંબઈની પચરંગી પ્રજાના જીવનમાં જે નૈતિક મૂલ્યો પ્રવર્તમાન હતાં તેમ જ નવા-જૂનાં બળને સંઘર્ષ-વિષય ઘણી સુંદર રીતે તખ્તા પર રજૂ કરાય તેવા કથાવસ્તુવાળાં નાટક રચ્યાં, ભજવ્યાં-ભજવાવ્યાં હતાં. (એમને વિશેષ પરિચય માટે જુઓ ગ્રંથ ૩, પૃ. ૨૧૧-૨).
ડાહ્યાભાઈ ધોળશાજી (૧૮૬૭-૧૯૦૨) : અમદાવાદના વતની આ નાટયકારે “શાકુન્તલ' (૧૮૮૧), “સુભદ્રાહરણ' (૧૮૯૨), “સતી પાર્વતી', “રામવિયોગ', ‘લાક્ષાગૃહ' (અપૂર્ણ) જેવાં પૌરાણિક, ‘સતી સંયુક્તા', “વીર વિક્રમાદિત્ય”, “અશ્રુમતી' (૧૮૯૫), “ભોજરાજ', “સતી પવિની” જેવાં ઐતિહાસિક, “ભગતરાજ', ‘કેસરકિશાર”, મ્યુનિસિપલ ઇલેકશન', “માહિતીચંદ્ર' જેવાં મુખ્યત્વે સામાજિક અને “સરદારબા”, “ઉમાદેવડી”, “વિજયકમળા”, “તારા સુંદરી', “વિજયવિજય', વીણાવેલી' (૧૮૮૯), “ઉદયભાણ' (૧૯૦૧) જેવાં મુખ્યતવે રજવાડી નાટક લખ્યાં છે. ઈ. ૧૮૮૯માં “અભિજ્ઞાન શાકુન્તલમ્'ના ચાર અંકને અનુવાદ કરીને એમણે નાટયલેખન શરૂ કર્યું હતું. રંગભૂમિ પર ભજવવા માટેની સમજ સાથે એમણે નાટકો લખ્યાં છે. બોલાતી તળપદી ભાષાવાળા સંવાદ, ગીત, ગાયને, ગુજરાતી સમાજનું ચિત્રણ, હાસ્ય, ખલપાત્રનું નિરૂપણ, ગદ્યનું સુઘટ્ટ પિત વગેરેથી એમણે ખૂબ આકર્ષણ જમાવ્યું હતું. “વીણ વેલી નાટકે લેખકને અત્યંત પ્રસિદ્ધિ આપી હતી. એમાં ધમલાનું પાત્ર યાદગાર બન્યું હતું. મનુષ્યનાં સુખ અને દુઃખની છાયા એમનાં નાટકમાં ઝિલાયેલી છે અને સદાચાર અને નીતિને બોધ એમાં