________________
પ્ર. ૨]
ન્હાનાલાલ
[ ૭૭
વાર્તાએના એક સંગ્રહ કવિએ ‘પાંખડીએ’ (૧૯૩૦) નામના આપ્યા છે તેને પણ કવિનું ઉપરના જેવું એક સાહસ કહી શકાય. પેાતે એમાંની રચનાઓ માટે કહી નાખ્યું છે ‘આ પ્રસંગેા છે. આમને વાર્તાઓ કહેવીકે ચેાગ્ય નથી', એને માટે ‘તેજઅણુઓ’, ‘અકિરણા’, ‘હીરાની કરચા’, ‘ઝીણુકી જલલહરીએ’ જેવા શબ્દો પણ વાપર્યા છે. એની વસ્તુસામગ્રી, સંવિધાનકલા, પાત્રાલેખન અને ભાષા કવિનાં નાટકા અને ઉપરના જેવી ગદ્યકથાઓમાં દેખાય છે તેનાથી જુદાં વરતાતાં નથી, તેમ તેમાંની અંતઃકથિત ભાવના કે વક્તવ્ય પણ કવિનું લગભગ જૂનું અને જાણીતું છે. એમાં નિરૂપાયેલા પ્રસંગેામાં કેટલાકમાં કવિએ ઘેાડાક હળવા બનવાના પ્રયાસ કર્યો છે અને કાઈ કાઈમાં સામાજિક વાસ્તવની પૃષ્ઠભૂ ગાઢવી છે, પણ મેાટા ભાગના પ્રસંગે। ન્હાનાલાલી ગળચટ્ટી કાવ્યમયતાથી વૈષ્ટિત. બન્યા છે. કવિનાં કેટલાંક વિચારવલણ્ણા અને અભિપ્રાયાનું વાહન પણ કેટલાક પ્રસંગે। બન્યા છે. વાર્તા તરીકેનું કાઠું ઘણા પ્રસંગામાં ધાતું નથી. ખેાર-સળીનેા પંખા', એનું પહેલુ. પુષ્પ' જેવી રચનાએ પ્રતીકાત્મકતા-રૂપકાત્મકતાને કારણે થાડીક આકર્ષક લાગે, તા સાગરની સારસી' અને ‘વટેમાર્ગુ' જેવી રચનાએ તેમાંના ઊર્મિતત્ત્વને લીધે આસ્વાદ્ય બને, અને કેટલીક તેમાંના પ્રાકૃતિક પરિવેશ ને તેનાં વનમાં કવિએ પ્રયેાજેલી ભાષાને કારણે ` વાંચવી ગમે, તેમ બન્યું છે. કવિએ ૧૯૨૫-૩૦નાં વર્ષોમાં સહેજ મેાકળાશ કે હળવાશની વૃત્તિ વેળા જાણે ડાબે હાથે આ વાર્તાકારી રચનાઓ કરી પેાતાની સર્જકતાના એક નવે. ઉન્મેષ એમાં દાખવ્યા છે એ રીતે એ સંગ્રહ નોંધપાત્ર લેખાય.
[૪] કવીશ્વર દલપતરામ’
ન્હાનાલાલે પેાતાના વિદ્યા-અને સ ંસ્કારગુરુ કાશીરામ દવે વિશે ‘ગુરુદક્ષિણા’માં, મિત્રો અમૃતલાલ પઢિયાર અને ‘કાન્ત' માટે એ ખેની જય'તી પ્રસંગનાં વ્યાખ્યાને માં, સયાજીરાવ ગાયકવાડ વિશે એક લેખમાં, કેટલુ ક છૂટું ચરિત્રાત્મક લખાણ ક છે. એમાં એમની અંજલિ કે રેખાચિત્રની વિષયભૂત વ્યક્તિની લક્ષણમૂર્તિ ગુણજ્ઞતા તેમ જ અમુક અંશે ચિકિત્સક દૃષ્ટિથી ઉપસાવવાની. પતિના કંઈક ખ્યાલ આવે છે. પણ પૂરા કદના ચરિત્રકાર તરીકે તા તે પિતૃચરિત્ર કવીશ્વર દલપતરામ'નાં ચાર બૃહત્કાય પુસ્તકામાં (૧૯૩૩, ૩૪, ૪૦, ૪૧) ગુજરાત સમક્ષ રજૂ થાય છે. ‘પૂજને જે પૂજતા નથી તે નગુણા પિતૃદ્રોહી છે,’ એમ એ ચરિત્રગ્રંથના ખીજા ભાગના ઉત્તરાર્ધમાં લખનાર આ કવિએ ‘પિતૃતપણુ' કાવ્ય દ્વારા કરેલા પિતૃતર્પણને આ પિતૃચરિત્રથી ખેવડાવ્યું છે. મન અને કલમને છૂટાં મૂકીને વીગતે લખેલા આ ચરિત્રનાં ચાર પુસ્તકા માટે કવિએ ફ્રાસરિત્ર, ગુજરાત વર્નાકયુલર