________________
પ્ર. ૩] ખબરદાર અને અન્ય કવિઓ
[ ૧૧૫ તેમના પત્રો છે. મોતી જેવા સરસ મરોડદાર અક્ષરોમાં અને સુંદર ભાષામાં લખાયેલા આ પત્રો ગુજરાતી પત્રસાહિત્યની શોભારૂપ છે.
આ સર્વમાં પ્રગટતી તેમની ગદ્યશૈલી સરળ, વિશદ, પ્રવાહી, કવિત્વમય અને છટાદાર છે. મુખ્યત્વે તે તેઓ કવિ જ છે, એ વાતની સાક્ષી એમની ગદ્યશૈલી પણ પૂરે છે.
ઉપસંહાર: ખબરદારની સમગ્ર સજનછબીમાં તેમનું સવિશેષ તેજસ્વી પાસું તે કવિનું જ છે. નેહ, શ્રદ્ધા, રાષ્ટ્રભક્તિ અને ગુજરાતગૌરવના ગાયક આ કવિને “સાહિત્યપ્રેરિત કવિ” કહેવામાં વિ. ક. વૈદ્ય (રૂપરેખા', પૃ. ૨૮૮) ભાર તે “કવિ પદ પર જ મૂકીને કહે છે તેમ કેટલાક મિષ્ટ કાવ્યમધુને ભોગી આ મનહર ભ્રમરને ગુંજારવ આપણું સાહિત્યવાડીમાં દીર્ધકાળ પર્યત સંભળતા રહેશે. એમનાં પ્રતિકાવ્યો, દેશભક્તિ અને ગુજરાતભક્તિનાં કાવ્યો તેમ જ જીવનની ફિલસૂફી ચર્ચતો વિરલ કાવ્યગ્રંથ એ યશકલગીરૂપ એમનાં કીર્તિદા સર્જનો છે. ગુજરાતને જગસાહિત્યમાં ઊંચે લાવવાની ઉત્કંઠા સાથે એમણે સતત પ૬ વર્ષ સુધી એકધારી ને અનન્ય રીતે ગુજરાતી સાહિત્યની ઉપાસના કરી. એમણે ગુજરાતને “ગુણવંતી” કહી અને “જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાતમાં મહાગુજરાતની ભવ્ય ભાવને, ગુજરાતની કીર્તિ ને ગૌરવ ગાયાં અને સાથે સાથે તેમણે રાષ્ટ્રભાવને પણ જગાડી છે. વસંત (માઘ સં. ૧૯૮૧)કાર કહે છે તેમ ખબરદારે દલપતરામ નર્મદાશંકર અને હરિલાલની શાળાથી આરંભ , કરી, નરસિંહરાવ, ન્હાનાલાલ અને લલિતની કવિતાના આત્માની ઝાંખી કરી, સર્વ કરતાં જુદી પિતાની ભાષા, સંગીત અને કલ્પનાની વિશિષ્ટતા જમાવી– ખબરદારે કવિઓની પ્રથમ પંક્તિમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે, એટલું જ નહિ પણ કવિતાના કેટલાક પ્રદેશમાં તો એમનું સ્થાન લગભગ પહેલું છે. અને કેટલીક બાબતમાં તે હિંદુ ભાઈઓને પણ ભાષાશુદ્ધિને આદર્શ બતાવે તેવી તેમની કૃતિઓ છે. ૨૭
બેટાદકર' આદિ કવિઓ દામોદર ખુશાલદાસ બોટાદકર (ઈ. ૧૮૭૦-૧૯૨૪)
સૌરાષ્ટ્રના એક નાના ગામ બોટાદમાં (જેના ઉપરથી કવિએ પિતાની શાહ અટક બદલી બાટાદકર રાખી) ગરીબ વણિક કુટુંબમાં જન્મેલા આ કવિ