Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02 Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan Jain Religious Trust View full book textPage 6
________________ કરનારાઓએ લોકોત્તરમાર્ગને પણ ધીરે ધીરે પોતાના કાર્યક્ષેત્ર તરીકે આવરી લીધો છે. પોતાની શ્રદ્ધહીન પ્રવૃત્તિ દ્વારા સ્વપ્રતિભાથી બીજાને હતપ્રભ બનાવવાનું કાર્ય શુષ્કવાદ કરે છે. તત્ત્વ પ્રાપ્તિના સાધનને આ રીતે સામાન્ય જનને તત્ત્વથી દૂર રાખવા માટે જયારે ઉપયોગમાં લેવાય ત્યારે ઉપર જણાવ્યા મુજબ અનિષ્ટની જ પ્રાપ્તિ થાય - તે સમજી શકાય એવી વાત છે. કરવું કે માનવું કશું જ નહિ અને માત્ર વાતો કરવી : એ “શુષ્કવાદનો સ્થાયીભાવ છે. એનાથી છૂટવા માટે તત્ત્વની જિજ્ઞાસાને પ્રાપ્ત કર્યા વિના ચાલે એવું નથી. ભવના સ્વરૂપની વિચારણા કરતા રહીએ તો કોઈક પળે એ જિજ્ઞાસા આવિર્ભત થશે, જેથી ભવિષ્યમાં તત્ત્વસંપ્રાપ્તિનો પરમતારક માર્ગ સરળ બનશે. I૮-રા બીજા વિવાદ' સ્વરૂપ વાદનું નિરૂપણ કરાય છે छलजातिप्रधानोक्तिर्दुःस्थितेनार्थिना सह । विवादोऽत्राऽपि विजयालाभो वा विघ्नकारिता ॥८-३॥ छलेति-दुःस्थितेन दरिद्रेण । अर्थिना लाभख्यात्यादिप्रयोजनिना सह । छलमन्याभिप्रायेणोक्तस्य शब्दस्याभिप्रायान्तरेण दूषणं, जातिश्चासदुत्तरं, ताभ्यां प्रधानोक्तिः । विवादो विरुद्धो वादः । अत्रापि विवादेऽपि । विजयालाभः परस्यापि च्छलजात्यायुद्रावनपरत्वात् । वा अथवा । विघ्नकारिता अत्यन्ताप्रमादितया छलादिपरिहारेऽपि प्रतिवादिनोऽर्थिनः पराभूतस्य लाभख्यात्यादिविघातधौव्यात् । बाधते च परापायनिमित्तता तपस्विनः परलोकसाधनमिति । नात्रोभयथापि फलमिति भावः ।।८-३॥ માન-સન્માનાદિના અર્થી એવા દરિદ્ર પ્રતિવાદીની સાથે છળ અને જાતિની પ્રધાનતા છે જેમાં એવા વાદને વિવાદ કહેવાય છે. અહીં પણ વિજયનો લાભ થતો નથી. અથવા પ્રતિવાદી તરફથી વિધ્વની પ્રાપ્તિ થાય છે.” - આ પ્રમાણે ત્રીજા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે લાભ, ખ્યાતિ, યશ અને પૂજા-સત્કારાદિના અર્થી એવા દરિદ્ર માણસની સાથે જે વાદ થાય છે તે વિવાદ સ્વરૂપ વાદ છે. લાભ વગેરેના અર્થી જીવો મનથી દરિદ્ર હોય છે. જેની તૃષ્ણા ચિકાર છે; તેને દરિદ્ર કહેવાય છે. આવા દરિદ્રો પોતાની તૃષ્ણાને દૂર કરવાના બદલે પૂર્ણ કરવા પ્રયત્નશીલ બનતા હોય છે. ગમે તે રીતે વિજય પ્રાપ્ત કરવા માટે છલ અને જાતિનો પણ તેઓ આશ્રય લે છે. અન્ય (વિવણિત-એક) અભિપ્રાયથી બોલાયેલા શબ્દનો બીજા અભિપ્રાયે અર્થ કરી દૂષણના ઉદ્દભાવનને “છલ” કહેવાય છે. જેમ કે “વત્તોડયં; નેપાલિતો નવવસ્વવેત્તા આ દેવદત્ત નેપાળથી આવ્યો છે; કારણ કે આની પાસે નવકંબલ (નવી કામળી) છે. આ પ્રમાણે જણાવનાર વક્તાએ અહીં નૂતન (નવું) અર્થને જણાવવાના અભિપ્રાયથી “નવ' પદનો પ્રયોગ કર્યો છે. ત્યાં “આની પાસે તો એક જ કામળી છે નવ ક્યાં છે?' - આ પ્રમાણે નવ પદનો અર્થ “નવ સંખ્યા” કહીને વક્તાના કથનમાં જે દૂષણ બતાવાય છે - તે “છલ છે. લાભાદિના એક પરિશીલનPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 310