Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust

View full book text
Previous | Next

Page 5
________________ परानों लघुत्वं वा विजये च पराजये । यत्रोक्तौ सह दुष्टेन शुष्कवादः स कीर्तितः ॥८-२॥ परेति-यत्र दुष्टेनात्यन्तमानक्रोधोपेतचित्तेन सहोक्तौ सत्यां । विजये सति । परस्य प्रतिवादिनः परः प्रकृष्टो वाऽनर्थो मरणचित्तनाशवैरानुबन्धसंसारपरिभ्रमणरूपः साध्यतिपातनशासनोच्छेदादिरूपो वा । पराजये च सति लघुत्वं वा “जितो जैनोऽतोऽसारं जैनशासनम्” इत्येवमवर्णवादलक्षणं भवति । स शुष्कवादो गलतालुशोषमात्रफलत्वात् कीर्तितः ।।८-२।। દુષ્ટ એવા પ્રતિવાદીની સાથે જે વાદ કરાય ત્યારે વાદમાં વિજય થાય તો પ્રતિવાદીને અનર્થ થાય અને પરાજય થાય તો શાસનની લઘુતા થાય; એ વાદને “શુષ્કવાદ' કહેવાય છે – આ પ્રમાણે બીજા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે જ્યાં અત્યંત માન અને ક્રોધથી યુક્ત એવા ચિત્તવાળા દુષ્ટ પ્રતિવાદીની સાથે જયારે વાદ થાય ત્યારે વાદીનો વિજય થાય તો પ્રતિવાદીને મહાન અનર્થની પ્રાપ્તિ થવાનો પૂરતો સંભવ રહે છે. તેને પોતાનું માન ખંડિત થયાની લાગણીથી મરણ, ચિત્ત(સચ્ચિત્ત)નો નાશ, વૈરનો અનુબંધ અને તેથી સંસારમાં પરિભ્રમણ વગેરે દોષો પ્રાપ્ત થતા હોય છે. તેમ જ પ્રતિવાદીનું ચિત્ત ક્રોધયુક્ત હોવાથી આવેશમાં કોઈ વાર તે સાધુતવાદી)ને મારી નાંખે અને શાસનના ઉચ્છેદ વગેરેને પણ તે કરે. દુષ્ટ પ્રતિવાદીની સાથે વાદ કરવામાં આપણો વિજય પણ થાય તો ય એ રીતે મહાન અનર્થની પ્રાપ્તિ થવાનો પૂરતો સંભવ છે. આવા દુષ્ટ પ્રતિવાદીની સાથે વાદ કરતા જો વાદીનો પરાજય થાય તો શાસનની લઘુતા થાય. “જૈનો જિતાયા તેથી જૈન શાસન અસાર છે.' - આ પ્રમાણે લોકો બોલવા લાગે તેના કારણે જૈનશાસનનો અવર્ણવાદ થશે. આ “શુષ્કવાદ'નું ફળ માત્ર ગળું અને તાળવું સુકાવાનું છે અર્થાત્ “શુષ્કવાદ'થી એ સિવાય બીજું કોઈ જ ફળ પ્રાપ્ત થતું નથી, માત્ર કંઠ અને તાળવું સુકાય છે. બુદ્ધિમાન આત્માઓએ આવા શુષ્કવાદથી દૂર રહેવું જોઇએ. તત્ત્વની જિજ્ઞાસાના અભાવે માત્ર ચર્ચા કરવાના ઇરાદાથી “શુષ્કવાદ'નો આવિર્ભાવ થતો હોય છે. જિજ્ઞાસા નથી હોતી, એવું નથી પરંતુ તે તત્ત્વવિષયક ન હોવાથી વાદ શુષ્ક બને છે. માત્ર સામા માણસને પછાડવાની વૃત્તિ હોવાથી વાત કરવા છતાં તત્ત્વની પ્રાપ્તિ થતી નથી. વર્તમાનમાં લગભગ આવી પરિસ્થિતિ વધુ જોવા મળે છે. ચર્ચા કરનારો વર્ગ ખૂબ જ ઝડપથી વધતો જાય છે. જેમને “ચર્ચાની સાથે કોઈ જ સંબંધ નથી; એવા લોકો જ્યારે ચર્ચા કરવા નીકળે છે ત્યારે આ “શુષ્કવાદ' ખૂબ જ પરાકાષ્ઠાએ પહોંચે છે. રાજકારણથી માંડીને દરેક ક્ષેત્રમાં “શુષ્કવાદનો મોટો વિસ્તાર છે. અહીં એ અંગે કશો જ વિચાર કરવાનો નથી. અહીં તો માત્ર લોકોત્તરમાર્ગસંબંધી તત્ત્વ અંગે જ વિચારવાનું છે. “શુષ્કવાદ' ઉપર જણાવ્યા મુજબ નિરર્થક છે. વાદી કે પ્રતિવાદી બંન્ને માટે લાભદાયક નથી. ઉપરથી હાનિકારક છે. શુષ્કવાદને વાદ બત્રીશી

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 310