Book Title: Diparnava Uttarardha
Author(s): Prabhashankar Oghadbhai Sompura
Publisher: Prabhashankar Oghadbhai Sompura Palitana

View full book text
Previous | Next

Page 9
________________ તેમને આભારી છુ જે કે હું. ગ્રંથમાં સેંકડો અધ્યાયે હશે, પરંતુ જે સાહિત્ય મળ્યું તેને ષિષય ક્રમે ગેડવી પ્રકાશીત કરવા પ્રયત્ન કરી રહ્યો છુ. ભવિષ્યમાં કોઈ વિદ્વાન આ ગ્રંથના વધુ પ્રકરણે પ્રાપ્ત થાય તે તે કમબદ્ધ પ્રકાશીત કરશે તે મને ઘણે આનંદ થશે. ત્રણસેક વર્ષ પહેલાના મારા પ્રપિતામહે રવહસ્તે લખેલ ડીપાર્ણવના ચૌક અધ્યાથને લખેલ ગ્રંથ પ્રાપ્ત થયેલ. ગુજરાત સૌરાષ્ટ્રની પ્રતમાં વિશેષ કરીને ચૌદ જ અધ્યાયે મળે છે પરંતુ મારા સ્નેહી શ્રી રાજસ્થાનના ચંપાલાલ મનરૂપજીના ગ્રંથમાંથી પંદરથી બાવીશ અધ્યાયે પ્રાપ્ત થયા. તે ઉપરાંત ત્રેવીસમા અધ્યાય કીર્તિસ્થંભને અધ્યાય અમારા પ્રાસ્તાવક ધટક પાનામાંથી પ્રાપ્ત થયે, આમ મળીને દીપાવના નવા અધ્યાયે પ્રકાશીત કરતાં મને ઘણે આનંદ થાય છે. આગળ વાર્ણવ ગ્રંથના ૧૪ અા ઉપરાંત અન્ય સાહિત્ય સાથે છેક પૃષ્ણને ગ્રંથ સને ૧૯૬૦માં પ્રકાશીત કરેલ છે તેના અનુસંધાન રૂપે આ દીપાર્ણવ ઉત્તરાર્ધ પ્રકાશીત કરી રહ્યો છું. રાજસ્થાન અને ગુજરાતની પ્રતિમાં થોડા પ્રકરણના ફેરફાર છે. રાજસ્થાનની પ્રતમાં ગર્ભગૃહને સ્વતંત્ર અધ્યાય છે, જ્યારે ગુજરાતની પ્રતમાં તે પ્રકરણ મડવરાધિકારમાં સમાવેલ છે, જે રાજસ્થાનની પ્રતમાં આવેલ નથી, એટલે ચૌદ અધ્યાયની સંખ્યા મળી રહે છે વાસ્તુશાસ્ત્ર એ અર્થવવેદ ઉપવેદ છે શુક્રાચાર્ય કહે છે કે વિદ્યા અનંત છે અને કળા અસંખ્ય છે. પરંતુ મુખ્યત્વે વિદ્યા બત્રીશ અને મુખ્ય કલા એસઠ છે આ વિદ્યા અને કળાથી વ્યાખ્યા આપતા કહે છે કે જે કાર્યવાણીથી થઈ શકે તે વિદ્યા અને જે મુક-મુંગો પણ જે કાર્ય કરી શકે તેનું નામ કળા, શિ૯૫ નૃત્ય ઈત્યાદિ મુક ભાવે થઈ શકે તેથી તેને કળા કહી છે. મસ્યપુરાણમાં વાસ્તુશાસ્ત્રના અઢાર આચાર્યોના નામ આપેલા છે બૃહદ સાહિત્યમાં તેથી વિશેષ સાત ષિના નામે આપેલા છે. વિશ્વકર્માપ્રકાશના પ્રારંભમાં કહ્યું છે કે શિવે પ્રાચીન વાસ્તુશાસ્ત્રનું જ્ઞાન પરાશર ઋષિને આપ્યું તેમણે બૃહસ્થને અને બૃહસ્થ. વિશ્વકર્માને આપ્યુ વિશ્વકર્માએ જગતના કલ્યાણ અર્થે લેકમાં પ્રવર્તાવ્યુ. કંધપુરાણમાં અષ્ટ વાયુમાને પ્રભાસના પુત્ર વિશ્વકર્માને પ્રજાપતિ સર્જક કહ્યા છે, તેઓ ભૂગુઝષિના ભાણેજ થાય. અગ્નિ પુરાણમાં હજારે શિલ્પકળાના સર્જક તરીકે વિશ્વકર્માને ઓળખવાયા છે અને મનુષ્યને આજીવીકા દેનાર છે ગરૂડપુરાણમાં અને રામાયણ મહાભારતમાં દેવના પ્રખ્યાત શિપિ કહ્યા છે. સુવર્ણની લંકા અને શ્રી કૃષ્ણની દ્વારિકાની રચના અને પના રાજમહેલનું નિર્માણ તેમણે કરેલું.

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 112