Book Title: Dhhadhala Pravachana 3
Author(s): Daulatram Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 10
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૫] હિતકર અધ્યાત્મપદ રચનારા સુકવિઓ સંસારમાં વિરલ જ હોય છે. એવી ઉત્તમ રચનાઓ વડે અનેક જૈન કવિઓએ જૈનશાસનને શોભાવ્યું છે. શ્રી જિનસેનાચાર્ય, સમન્તભદ્રાચાર્ય, અમૃતચંદ્રાચાર્ય, માનતુંગસ્વામી, કુમુદચંદ્રજી વગેરે આપણા પ્રાચીન સંત- કવિઓએ આધ્યાત્મિકરસઝરતી જે કાવ્યરચનાઓ કરી છે એની તુલના, અધ્યાત્મદષ્ટિએ તો દૂર રહો પરંતુ સાહિત્યિક દૃષ્ટિએ પણ ભાગ્યે જ કોઈ કરી શકે. હિન્દી સાહિત્યમાં પણ ૫. બનારસીદાસજી, ભાગચંદજી, દૌલતરામજી, ધાનતરાયજી વગેરે અનેક વિદ્વાનોએ પોતાનીય પદ્યરચનામાં અધ્યાત્મરસની ધારા વહેવડાવી છે, જેમાંની એક રચના આ છહુઢાળા છે. આ ગ્રંથસંબંધી અને ગ્રંથકર્તા સંબંધી કેટલોક પરિચય અગાઉના બે ભાગમાં આપ્યો છે, ત્યાંથી જોઈ લેવો. - પૂ. ગુરુદેવના આ પ્રવચનોમાંથી દોહન કરીને, ટૂંકાટૂંકા ૩૫૪ પ્રશ્નોત્તરનું સંકલન આ પુસ્તકના અંત ભાગમાં આપ્યું છે, તેમાં પણ જિજ્ઞાસુઓને રસ આવશે અને તે પ્રશ્નોત્તર દ્વારા આખા પુસ્તકનો સાર સમજવાનું બહુ સુગમ થશે. ભારતભરના જિજ્ઞાસુઓ આવા વીતરાગી સાહિત્યનો વધુને વધુ લાભ લઈને વીતરાગવિજ્ઞાન પ્રાપ્ત કરે. એવી જિનેન્દ્રદેવના ચરણોમાં ભાવના ભાવું છું. * દીપાવલી * વીર નિર્વાણ સં. ૨૪૯૯ –. હરિલાલ જૈન સોનગઢ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 272