________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ વીતરાગવિજ્ઞાન ભાગ-૩ सम्यग्दर्शन-ज्ञान-चरण शिव-मग सो द्विविध विचारो; जो सत्यारथ-रूप सो निश्चय, कारण सो व्यवहारो।।
જાઓ, હવે આ મોક્ષમાર્ગનું વર્ણન શરૂ થાય છે. ટૂંકામાં પણ ઘણી વાત સમજાવી દીધી છે. જીવને સુખી થવા માટે આ પ્રયોજનભૂત વાત છે.
આત્માનું હિત શું છે? –કે સુખ થાય છે. તે સુખ કેવું? –કે આકુળતા વગરનું; એટલે નિરાકુળતા તે જ સુખ છે. મોક્ષદશામાં આકુળતાનો અભાવ છે એટલે તે જ આત્માને હિતરૂપ છે, માટે જીવે તે મોક્ષના માર્ગમાં લાગવું જોઈએ.
મોક્ષનો માર્ગ શું છે? કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તે મોક્ષનો માર્ગ છે; તે માર્ગને બે પ્રકારથી વિચારો એટલે કે જાણો. તેમાં જે સત્યાર્થરૂપ છે તે તો નિશ્ચય મોક્ષમાર્ગ છે. અને તેમાં જે કારણરૂપ એટલે કે નિમિત્તરૂપ છે તેને વ્યવહાર જાણો. જુઓ, આમાં બે પ્રકારનો મોક્ષમાર્ગ વિચારવાનું કહ્યું પણ તેમાં સત્યાર્થરૂપ તો એક નિશ્ચયને જ કહ્યો, એટલે કે નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તે જ સાચો મોક્ષમાર્ગ છે, અને વ્યવહાર તે તો ઉપચાર છે, તે સાચો મોક્ષમાર્ગ નથી.
મોક્ષના બે માર્ગ નથી, મોક્ષનો માર્ગ એક જ છે. એ બાબતમાં પં. શ્રી ટોડરમલજીએ મોક્ષમાર્ગપ્રકાશકમાં ઘણો સરસ ખુલાસો કર્યો છે. તેઓ કહે છે કે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com